Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુરતના મહિધરપુરા સહીત વરાછામાં બે હીરાદલાલ પાસેથી 86 લાખના હીરા લઇ પેમેન્ટ ન કરી ધમકી આપનાર પિતા-પુત્રની ફરિયાદના આધારે ધરપકડ

સુરત: શહેરના મહિધરપુરા અને વરાછા હીરાબજારમાં અગાઉ દલાલીનું કામ કરતા કતારગામના ટ્રાવેલ્સ સંચાલક દિપેનભાઈ ઉર્ફે ટીનાભાઈ કરમશીભાઇ ધામેલીયા અને અન્ય હીરાદલાલ વિપુલભાઈ ભીમજીભાઈ દિયોરા પાસેથી રૂ.86.07 લાખના તૈયાર હીરા લઈ વરાછા મીનીબજારમાં નવરત્ન ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા રાકેશ વલ્લભભાઈ હિરપરા અને તેમના પિતાએ પેમેન્ટ કર્યું ન હતું અને બંને હીરાદલાલને સમાધાન માટે ઘરે બોલાવી ધમકી આપી મારી પાસે એવા માણસો છે કે હું કહું તો તમને જીવતા રહેવા દેશે નહીં. આ અંગે દિપેનભાઈએ ગત 25 નવેમ્બરના રોજ પિતા-પુત્ર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વરાછા પોલીસે ગતરોજ આ ગુનામાં રાકેશભાઈ વલ્લ્ભભાઈ હીરપરા ( ઉ.વ.37 ) અને તેના પિતા વલ્લ્ભભાઈ લાલજીભાઈ હીરપરા ( ઉ.વ.61, રહે. ઘરનં.એ/16, મધુવન સોસાયટી, વ્રજ વાટીકાની સામે ડભોલી રોડ,સીંગણપુર કતારગામ, સુરત. મુળ રહે.મોટીધરાઈ, તા.વલ્ભીપુર, જી.ભાવનગર ) ની ધરપકડ કરી હતી.

(5:25 pm IST)