Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વડોદરાના છાણી સમા રોડ નજીક બીમારીથી કંટાળી 50 વર્ષીય મહિલાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરના છાણી સમા રોડ પર રહેતી ૫૦ વર્ષની મહિલાએ ગઇકાલે  બપોરે ઘરે બેડરૃમમાં પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ બીમારીના કારણે જીવન ટૂંકાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

છાણી સમા રોડ પર પોદ્દાર સ્કૂલની બાજુમાં આવેલી નિસર્ગ રેસિડેન્સીમાં રહેતા વ્રજલાલ જાવીયા એસ.ટી.ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે.તેમના પત્ની છેલ્લા કેટલાક સમયથી તબિયત સારી રહેતી નહતી.જેની હોમિયોપેથિક સારવાર ચાલતી હતી.ગઇકાલે બપોરે  ત્રણ વાગ્યે વ્રજલાલ જમીને ચાલવા માટે નીકળ્યા હતા.તેમનો  પુત્ર મિત્રના ઘરે ગયો હતો.તે દરમિયાન તેમના  પત્ની મંજુલાબેને ઘરે બેડરૃમમાં પંખા પર દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતેા.સાડા ચાર વાગ્યે વ્રજલાલ જમીને પરત ઘરે આવ્યા ત્યારે પત્નીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને ફસડાઇ પડયા હતા.બનાવની જાણ છાણી પોલીસને કરવામાં આવતા  હેડકોન્સટેબલ ઉદેસિંહે સ્થળ  પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:18 pm IST)
  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST

  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST