Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમદાવાદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્ક ટાઇપીસ્‍ટ સહિત અલગ-અલગ વિભાગોમાં ભરતી કરાશે

અમદાવાદઃ સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાવવા માગતા ઉમેદવારો માટે શુભ સમાચાર.ધણા લાબા સમય પછી યુનિવર્સિટીમાં ભરતી કરવામાં આવી છે. કોરોનાની મહામારીના કારણે ઘણા લાબા સમય યુનિવર્સિટીની ભરતી પ્રકિયા અટકી રહી હતી. દરેક વર્ગમાં મહામારીની આર્થિક મંદી નો સામનો કરી રહી છીએ. અને એવા સમય માં યુવાનો માટે ભરતી તે સારા અવસર ના સમાન ગણાય છે.

શૈક્ષણિક લાયકાત

યુનિવર્સિટીમાં વિભાગ અનુસાર અલગ અલગ લાયકાત ના આધારે ઉમેદવાર ફાર્મ ભરી શકશે. ભરતી માં કુલ સૌથી વધુ જગ્યાઓ જુનિયર ક્લાર્ક ટાઈપીસ્ટ માં 24 જગ્યા માટે  સ્નાતક અનિવાર્ય છે અને બીજી અન્ય ભરતી માટે  ઉમેદવાર  રુચિ અને પાત્ર આપેલ www.spuvvn.edu અરજી કરી શકો છો.

અનુભવ

ભરતી માં ઉમેદવારને અનુભવ ધરાવતા હોય તો અંગેની વિગતો અરજીપત્રક માં દર્શાવવાની રહેશે.

પગાર ધોરણ

ઉમેદવાર ને ભરતી માં 19500 થી લઈ ને અલગ અલગ વિભાગ માં 55000 હજાર સુધી પગાર આપશે અને 5 વર્ષ પછી ભથ્થાના આધારે વધારવામાં આવશે

વય મર્યાદા

સરદાર પટેલ યુનિવર્સિટી માં વિભાગના અનુસાર અલગ કેટેગરી અનુસાર વય માન્ય ગણાશે . જુનિયર ક્લાર્ક ટાઇપીસ્ટ માટે 35 વર્ષ થી નીચે ના વય ના ઉમેદવાર માન્ય ગણાશે. અને પોસ્ટ માટે 35 કે 40 વર્ષ થી નીચે માન્ય ગણાશે.

ઉમેદવારની પસંદગી પ્રકિયા

ઉમેદવાર ની પસંદગી પ્રકિયા માં  સ્પર્ધાત્મક પરીક્ષા ના આધારે નિયુક્ત કરવામાં આવશે. ગુજરાત સરકાર ના વહીવટ વિભાગ ના ઠરાવ ના પ્રમાણે સીધી ભરતી થી નિમણુંક કરવામાં આવશે.

પરીક્ષા ફી

ભરતી પ્રક્રિયા માં રસ ધરાવતા ઉમેદવાર માં SC અને ST ઉમેદવાર માટે 250 રૂપિયા ફી 17/01/2021 સુધી ભરવાના રહેશે.અન્ય કેટેગરી ના ઉમેદવાર માટે 500 રૂપિયા ભરવાના રહેશે.

(5:01 pm IST)