Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમદાવાદમાં એમડી ડ્રગ્‍સના વેંચાણમાં ઉછાળોઃ કારંજ પોલીસે પેડલર મોઇન ખાન ઉર્ફે પાપા પઠાણની 1.70 લાખના નશાયુક્‍ત પદાર્થ સાથે ધરપકડ કરી

અમદાવાદ: શહેરના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદમાં નશાનું સેવન અને વેચાણ વધ્યુ છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે પણ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. હવે કારંજ પોલીસે એમડી ડ્રગ્સના પેડલરની 1.70 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જોકે મુખ્ય સપ્લાયર હજી ફરાર છે.

અમદાવાદ શહેરમા નશાનો કાળો કારોબાર ખુબજ ફૂલ્યો ફાલ્યો છે. કારંજ પોલીસે 1.70 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મોઈનખાન ઉર્ફે પાપા પઠાણની ધરપકડ કરી છે. આરોપી જાન સાહેબની ગલી પાસે ડ્રગ્સનું વેચાણ કરતો હતો તે સમયે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી મોઈનની પુછપરછમાં શાહઆલમ ટોલ નાકા પાસે રહેતો અને એમડી ડ્રગ્સનો સપ્લાયર મુજીનું નામ સામે આવ્યુ છે જેની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલ આરોપી મોઈનખાન પોતે ડ્રગ્સનો બંધાણી હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સ પેડલર તરીકે લોકોને છુટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો. પોલીસને શંકા જાય તે માટે ખજૂરનો વેપાર કરતો હતો. એટલે કે ખજૂરના બહાને નશાનું વેચાણ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીના પિતા મુસ્તાકખાન પણ ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલ હતા. જેની 20 વર્ષ પહેલા પોલીસે ધરપકડ કરી હતી.

ડ્રગ્સના ગુનામાં પેડલર અને સપ્લાયર પોલીસના હાથે ઝડપાતા હોય છે. પરંતુ ડ્રગ્સ લેનાર અને તેના મુખ્ય આરોપી સુધી ક્યારેય પોલીસ પહોંચી શકતી નથી. માટે ડ્રગ્સના વેપલાને અટકાવવામાં સફળતા મળતી નથી અને તેથી ડ્રગ્સનો કાળો કારોબાર વર્ષોથી સતત ચાલી રહ્યો છે. ત્યારે જોવુ રહ્યું કે કારંજ પોલીસની તપાસ ક્યા સુધી પહોચે છે.

(4:57 pm IST)
  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST

  • પંચાયતોના આરોગ્‍ય કર્મચારીઓ ફરજ પર હાજર ન થાય તો કડક પગલા : વોરંટ, સસ્‍પેન્‍ડ સુધીના પગલાની સરકારની તૈયારી : વધુ સંઘર્ષ કે સમાધાન ? બપોરે કર્મચારી મહાસંઘની બેઠકમાં હડતાલ અંગે ફેંસલો access_time 11:44 am IST

  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST