Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

CS ફાઉન્ડેશનનું ૭૦.રર% અને CSSET નું ૭૩.૩૯% પરીણામ ટોપ રપમાં અમદાવાદના ૭ છાત્રો

અમદાવાદ, તા. ૧૯ :  ધ ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડીયા દ્વારા તાજેતરમાં લેવાયેલ CSSET અને ફાઉન્ડેશન કોર્ષની પરીક્ષાનું પરીણામ ૭૦.રર ટકા જાહેર થયું છે.

ફાઉન્ડેશન કોર્ષની પરીક્ષામાં અમદાવાદના છાત્રોએ મેદાન માર્યુ છે. ઓલ ઇન્ડીયા રેન્કમાં ટોપ રપમાં અમદાવાદના ૭ તેજસ્વી તારલાઓએ સ્થાન મેળવ્યું.

કંપની સેક્રેટરીમાં પ્રાથમિક તબક્કામાં અત્યાર સુધીમાં ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ હવે ફાઉન્ડેશનનું નામ બદલી CSSET કર્યુ છે. ફાઉન્ડેશનની પરીક્ષા બે વખત લેવામાં આવતી તેના સ્થાને હવે CSSET વર્ષમાં ચાર વખત લેવાશે. આ પધ્ધતિથી વિદ્યાર્થીઓને CS કરવા માટે ઓછો સમય લાગશે.

અમદાવાદનો રૂસા નિમાવતને ૪૦૦ ગુણમાંથી ૩૩૮ ગુણ મેળવીને દેશમાં ૧૦ અને અમદાવાદમાં પ્રથમ ક્રમે ઉર્ત્તીણ થયેલ છે જયારે કુનીકા શાહ ૮૪.પ૦ ટકા અને કર્મા શાહ ૮૪.પ૦ ટકા ગુણ મેળવીને ટોપ રપમાં આવ્યા છે.

(3:02 pm IST)
  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST

  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST