Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભારતીય સેના દિન નિમિતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૫મી જન્મજયંતિ વર્ષ અંતર્ગત 'શહીદ વંદના' કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાના નિરમાલી ગામના વતની વાલ્મીકિ સમાજના શહીદ વીર દિનેશભાઈ મોહનભાઈ વાઘેલાએ ૨૮ જૂન ૧૯૯૯ના રોજ કારગીલ યુધ્ધ દરમિયાન માત્ર ૨૨ વર્ષની યુવા વયે મા ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી હતી : ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ,તા. ૧૯: ૧૯૯૬થી ભારતીય સેનાની ૧૨ મહાર રેજીમેન્ટમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના વતની વાલ્મીકિ સમાજના શહીદ વીર દિનેશભાઈ મોહનભાઈ વાઘેલાએ ૨૮ જૂન ૧૯૯૯ના રોજ કારગીલ યુધ્ધ દરમિયાન કારગીલના દ્રાસ સેકટરની મુશકોહ વેલીમાં માત્ર ૨૨ વર્ષની યુવા વયે મા ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી હતી.

ભારતીય સેના દિન નિમિત્ત્।ે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત નિરમાલી ગામ સ્થિત કારગીલ શહીદ શ્રી દિનેશભાઈ મોહનભાઈ વાઘેલા પ્રાથમિક શાળા ખાતે શ્નશહીદ વંદનાલૃનું આયોજન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા થયું હતું. ૧૫ જાન્યુઆરી ૧૯૪૯દ્ગક્ન ઐતિહાસિક દિવસે ફિલ્ડ માર્શલ કે. એમ. કરિઅપ્પા (ત્યારે લેફ. જનરલ)એ છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઈન-ચીફ પાસેથી ભારતીય સેનાના કમાન્ડર-ઈન-ચીફ તરીકેનો ચાર્જ સંભાળેલો. આની સ્મૃતિમાં ૧૫ જાન્યુઆરીને દેશભરમાં ભારતીય સેના દિન તરીકે ઉજવવામાં આવે છે જે ખાસ ઉલ્લેખનીય છે.

પિનાકી મેઘાણી, શહીદ વીર દિનેશભાઈ વાઘેલાનાં પરિવારજન : પિતા મોહનભાઈ, માતા સુમનબેન, ભાઈ રાજેશભાઈ, મોટા બાપુ ગોવિંદભાઈ અને બનેવી તુલસીભાઈ સોલંકી, નિરમાલી ગામના સરપંચ આચાર્ય કિરીટભાઈ પટેલ, વાલ્મીકિ સમાજના અગ્રણીઓઃ  કે. સી. વાઘેલા (વાલ્મીકિ યુવા ઉત્થાન મિશનના સ્થાપક, અખિલ ભારતીય સફાઈ કામદાર કલ્યાણ સંઘના ગુજરાત પ્રદેશ મહામંત્રી), ગંગારામ વાઘેલા (લોકગાયક-ભજનિક) અને જગદીશભાઈ વાઘેલા (સાબરમતી વોર્ડ – ભાજપ મહામંત્રી), જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા, શાળાનાં આચાર્યા રંજનબેન પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

શાળા પ્રાંગણમાં સ્થાપિત શહીદ વીર દિનેશભાઈ વાઘેલાની પ્રતિમા અને તસ્વીરને ઉપસ્થિત સહુએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. દેશની રક્ષા માટે શહીદ થનાર ભારતીય સેનાના સર્વ સૈનિકોને ભાવાંજલિ અર્પણ કરી હતી. શહીદ વીર દિનેશભાઈ વાઘેલાના ઘરમાં આવેલ એમના સ્મૃતિ ખંડની પણ સહુએ મુલાકાત લીધી હતી. ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્યગીતો અને સંશોધિત-સંપાદિત પ્રાચીન ભજનો થકી લોકગાયક-ભજનિક ગંગારામ વાઘેલાએ સ્વરાંજલિ આપી હતી. જીતુભાઈ વાઘેલા (દેવીપૂજક) અને ભરતભાઈ બારોટએ પણ દેશભકિતના ગીતો રજૂ કર્યા હતા. રાજકોટ સ્થિત ભારતીય સેનાના સેવાનિવૃત્ત્। અધિકારી કેપ્ટન જયદેવભાઈ જોશીએ ઓનલાઈન વિડીયો કોલ દ્વારા શહીદ વીરને અંજલિ આપી તથા ભારતીય સેનાએ આપેલ બલિદાન-આહૂતિ વિશે રસપ્રદ વાત કરીને નવયુવાનોને પ્રેરણા આપી હતી. ભારતીય સેનાએ આપેલ બલિદાન-આહૂતિનું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ : ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધારમાં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે. માણસ માત્રને ઝવેરચંદ મેઘાણી એક સમાન ગણતા. ધર્મ, જ્ઞાતિ કે અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સહુ તરફ પ્રેમ અને સમભાવ રાખતા. ૧૯૧૭જ્રાક્નત્ન ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંચિત સમાજની છાત્રાલયની મુલાકાતે ગયા ત્યારે ત્યાંનાં બાળકને હાથે પાન પ્રેમથી સ્વીકારીને ખાધુ. કોલેજ અને હોસ્ટેલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયેલો જે તેમને હસતે મોઢે સ્વીકારેલો.

૨૩ માર્ચ ૧૯૩૧ - ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી 'રોટી'ખાવાની ઈચ્છા અમર ક્રાંતિવીર શહીદ ભગતસિંહે વ્યકત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ 'રોટી'નું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ.

:આલેખનઃ  પિનાકી નાનકભાઈ મેઘાણીઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:45 am IST)