Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુરતના ધામેલીયા પરિવારને અમરેલીમાં અકસ્માત બે મહિલાઓના કરૂણમોત :પાંચ ઘાયલ :બે ગંભીર

ધામેલીયા પરિવારના સભ્યો માતાજીના દર્શન કરીને પરત ફરી રહયા હતા ત્યારે અકસ્માત નડ્યો

સુરતમાં રહેતા ધામેલીયા પરિવાર પોતાના વતન ઇનોવા કાર લઈને સિમરણ માતાજીના દર્શને ગયો હતો. અને દર્શન કરી પરત ફરતી વખતે અમરેલી શેત્રુંજી નદીના પુલ પાસે આ ઇનોવા કારને ગોઝારો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ઇનોવા કારમાં સાત વ્યક્તિઓ બેઠેલા હતા જેમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર અને બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તો સુરેન્દ્રનગર હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખુશી ખુશીથી ધામેલીયા પરિવારના સભ્યો માતાજીના દર્શન કરીને પરત ફરી રહયા હતા તેવા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાતા આ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

(9:46 pm IST)
  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST

  • આખરે વેપારીઓની માંગણી સામે ઝૂકી રાજસ્થાનની ગેહલોત સરકાર : જયપુર સહીત 13 જિલ્લામાંથી નાઈટ કર્ફ્યુ હટાવ્યો : અજમેરના વેપારીઓએ આંદોલન કરવાની ધમકી આપી હતી access_time 6:46 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST