Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સુરતમાં અનોખો ફેશન શો : નો એસિડ એટેકની થીમ પર બાળકો દ્વારા રેમ્પ પર મેસેજ અપાયો

સુરત શહેરમાં એક અનોખો ફેશન શો યોજાયો હતો. જેમાં ખાસ થીમનો એસીડ એટેકટ ઓન વુમન તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત બાળકો દ્વારા ખાસ ફેશન શો કરવામાં આવ્યો હતો. રેમ્પ પર શોસયલ મેસેજ આપવામાં આવ્યો હતો જેને સૌ કોઇએ વધાવી લીધો હતો

સુરતના ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલી યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે આ ફેશન શો યોજવામાં આવ્યું હતું. જેમાં અનેક થીમ  હતી.રંતુ સૌથી મહત્વની અને ખાસ થીમનું નામ આપવામાં આવ્યું હતુ કે વ્હોટસ આર ફોલ્ટ જે થીમમાં ખાસ બતાવવામાં આવ્યું હતું કે કેટલાક અસામાજીક ત્તવો દ્વારા યુવતીઓ ઉપર એસીડ નાખી તેમની જીદંગી ખરાબ કરી નાખે છે.

તેમને પુછવામાં આવેલો સવાલ છે. કે અમારી શું ભુલ છે. ખાસ તૈયારી સાથે બાળકોએ ફેશન શો ના માધ્યમથી રેમ્પ વોક કરી તમામને મેસેજ આપ્યો હતો કે આ ખોટું થઇ રહ્યું છે.

(11:45 pm IST)