Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

મોડાસાના સાયરમાં યુવતીના મોત મામલે લોકોમાં આક્રોશ : અમદાવાદમાં દલિત સમાજ દ્વારા મહારેલી

ન્યાયની માંગ અને આરોપીઓને ફાંસી આપવાના નારા લગાવ્યા

અમદાવાદ : મોડાસાના સાયરમાં યુવતીના મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. તેને લઇ અમદાવાદમાં દલિત સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી. પોસ્ટર તેમજ આરોપીઓને ફાસી આપો ના નારા લગાવી ન્યાય ની માગણી કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાંયુવાનો અને મહિલાઓ સંખ્યામાં લોકો જોડાયા હતા.

(11:11 pm IST)
  • રાજ્ય સરકાર પ્રજાના પૈસાએ નેતાઓનો પ્રચાર બંધ કરે : સુપ્રિમકોર્ટની પેનલને પ્રજાના પૈસાનો ગેરઉપયોગ રોકવા મહત્વનું અવલોકન કર્યું : કેટલીક રાજ્ય સરકાર વિરુદ્ધ જનતાના પૈસાનો ઉપયોગ કરીને સતાધારી પાર્ટીના નેતાઓનો પ્રચાર કરવાની ફરિયાદ સંદર્ભે સુપ્રીમ કોર્ટની પેનલે કહ્યું કે રાજ્ય સરકારી પ્રચાર માટે માહિતી નિયામકની સ્થાપના કરે access_time 12:54 am IST

  • ટીઆરસી ધારાસભ્યએ કહ્યું ઔવેસી ભાજપના એજન્ટ છે :બોધન વિધાનસભાના પ્રતિનિધિત્વ કરનાર ટીઆરએસના ધારાસભ્ય શકીલ અહમદેહૈદરાબાદના સાંસદ ઔવેસી પર ગંભીર આરોપ લગાવતા તેને ભાજપના એજન્ટ ગણાવ્યા : ઔવેસીની પાર્ટી મુસ્લિમ ઉમેદવારને હરાવવા અન્ય રાજ્યોમાં ચૂંટણી લડે છે access_time 12:44 am IST

  • કર્ણાટક : ગૃહપ્રધાન અમિતભાઇ શાહે આજે પલ્સ પોલિયો દિવસ ર૦ર૦ના દિવસે હુબલીમાં બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવ્યા access_time 2:12 pm IST