Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

નર્મદા જિલ્લાના નાંદોદના માંગરોળ ગ્રામપંચાયત સરપંચની પેટા ચૂંટણીમાં 60 ટકા જેટલું મતદાન

ગામના જ બે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર : મંગળવારે પરિણામ જાહેર થશે

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : માંગરોલ ગામના પૂર્વ સરપંચના રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા પર નર્મદા ચૂંટણી શાખા દ્વારા પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ગામના બે ઉમેદવારો ભાવેશ કાંતિભાઈ તડવી, અને મેલસિંગ મગનભાઈ તડવી બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી છે હવે કોની જીત થાય છે અને કોની હાર એ જોવું રહ્યું આગામી 21 જાન્યુઆરીએ  મંગળવારના રોજ મામલતદાર કચેરી નાંદોદમાં સવારે 8 કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે.

  પ્રપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામના સરપંચ ભુમાભાઈ તડવી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આપતા તેમણે રાજીનામુ આપ્યું હતું જે જગ્યા ખાલી થતા તેની પેટા ચૂંટણી રવિવારે 19 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી જેમાં પ્રીસાઈન્ડીંગ ઓફિસર અક્ષય સાહુ, એન.કે રાઠવા સહીતની ટીમે એક બૂથમાં શાંતિ પૂર્ણ મતદાન કરાવ્યું હતું.

  ગામમાં 576 પુરુષ મતદારો અને 530 સ્ત્રી મતદારો મળી કુલ 1106 મતદારો માંથી સવારના 8 થી પાંચ વાગ્યા સુધી 352 પુરુષ મતદારો અને 303 સ્ત્રી મતદારો મળી કુલ 655 મતદારો એ મતદાન કર્યું હતું. એટલે કુલ 60 ટકા મતદાન થયું હતું હવે બે ઉમેદવારોનું ભાવી મત પેટીમાં શીલ થયું છે જેને મામલતદાર કચેરી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. મંગળવારે આ મત પેટી ખુલશે અને મતદાન ગણતરી થશે ત્યારે કોણ બાજી મારે છે તે જોવું રહ્યું.

(8:48 pm IST)