Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

બનાસકાંઠાના વાવ પંથકમાં તીડનું ફરી આક્રમણ: ખેડૂતો ભારે પરેશાન

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કુદરતી અફાટ સામે સરકાર ગંભીર નથી તેનો ભોગ ખેડૂતોને બનવું પડ્યું

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનું ઝુંડ ફરીથી સક્રિય થયું છે. બનાસકાંઠાના વાવના રાધાનેસડા અને કુંડાળીયામાં તીડનું આક્રમણ થયું છે. આથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગઇકાલે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા.

ગેનીબેન ઠાકોરે કહ્યું કે,કુદરતી આફત સામે સરકારે ગંભીરતાથી નોંધ લીધી નથી માટે આજે ખેડૂતોએ ભોગવવું પડ્યું છે. વાવના ખેડૂતોને પડતા પર પાટુ જેવી હાલત થઈ છે. આ ઉપરાંત ગનીબેન ઠાકોરે તીડના નિયંત્રણ માટે સરકાર જરૂરી કાર્યવાહી કરે તેવી માગ કરી છે

(7:10 pm IST)