Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં “ગો ફોર ગ્રીન” આનંદ મીની મેરેથોન દોડ યોજાઇ: 300 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા : વિરમગામ :સામાન્ય રીતે મોટા શહેરોમા યોજાતી મીની મેરેથોન દોડનું બીજી વખત વિરમગામ શહેરમા 19મી જાન્યુઆરી એ આનંદ મીની મેરેથોન દોડ “ગો ફોર ગ્રીન”નું આયોજન કરવામા આવ્યું હતુ. શેઠ એમ.જે.હાઈસ્કૂલ ખાતેથી

 આનંદ મીની મેરેથોન દોડ “ગો ફોર ગ્રીન” નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વૃક્ષારોપણ, પાણી બચાવો અને સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ માટે "ગો ફોર ગ્રીન" મીની મેરેથોન દોડનુ આયોજન કરવામાં આવ્યું હતું.

    મીની મેરેથોન દોડના આયોજક ગોકુલ પટેલે જણાવ્યુ હતું કે, 19મી જાન્યુઆરીએ વિરમગામ શહેરમાં બીજી વખત મીની મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 3 કીલો મીટર અને 6 કીલો મીટરની મીની મેરેથોન દૌડમાં 300 થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવાનો માટેની 6 કીલો મીટરની દોડમાં શિવરાજ ઠાકોર પ્રથમ, બળદેવજી ઠાકોર દ્વિતિય તથા લાલજી ઠાકોર તૃતિય સ્થાન પર આવ્યા હતા. જ્યારે યુવાતીઓ માટેની 6 કીલો મીટરની દોડમાં અલ્ફીયા વોરા પ્રથમ, કૃપાલી વનાળીયા  દ્વિતિય તથા શારદા લોભાણી તૃતિય સ્થાન પર આવ્યા હતા. યુવાનો માટેની 3 કીલો મીટરની દોડમાં અમૃત ઠાકોર પ્રથમ, જૈમિન પટેલ દ્વિતિય તથા ધવલ ઠાકોર તૃતિય સ્થાન પર આવ્યા હતા. જ્યારે યુવાતીઓ માટેની 3 કીલો મીટરની દોડમાં શ્રધ્ધા લીંબડ પ્રથમ, અનલ પારેખ દ્વિતિય તથા જલ્પા પ્રજાપતિ તૃતિય સ્થાન પર આવ્યા હતા. આ ઉપરાંત 3 અને 6 કિલોમીટર ની મીની મેરેથોન દોડ પૂર્ણ કરનાર તમામ દોડવીરો ને પ્રોત્સાહીત આપવામા આવ્યા હતા.

(7:02 pm IST)