Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

આણંદના ઓડ ગામની આંગણવાડી પાસેથી પાંચ વર્ષના બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કરનારને લોકોએ થાંભલે બાંધીને લમધાર્યો

પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને યુવકની ધરપકડ કરી

આણંદ : ઓડ ગામની આંગણવાડી પાસેનાં પાંચ વર્ષનાં બાળકને લાલચ આપીને ફોસલાવીને એક વ્યક્તિ ભાગી રહ્યો હતો. જો કે ગામમાંથી પસાર થતા એક ગ્રામજનની નજરે પડતા જ બાળકને લઇને ભાગતા આ વ્યક્તિને અટકાવીને પુછપરછ કરી હતી. જો કે તે શંકાસ્પદ લાગતા તેને અટકાવીને ગ્રામજનોને ભેગા કર્યા હતા. જેથી ટોળેટોળા એકત્ર થતા તેને થાંભલે બાંધીને માર માર્યો હતો. આ અંગે સ્થાનિકોએ ખંભોળ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને યુવકની ધરપકડ કરી હતી.

બપોરનાં સમયે ઓડ આંગણવાડી પાસે રમી રહેલા એક પાંચ વર્ષનાં બાળકને એક વ્યક્તિએ લાલચ આપીને પોતાની સાથે લઇ જઇ રહ્યો હતો. ત્યારે અચાનક કેટલાક યુવકોને શંકા જતા તેને રોકીને પુછપરછ કરતા બાળકને ઉઠાવીને જઇ રહ્યો હોવાની જાણ થઇ હતી. યુવકોએ શખ્સને અટકાવીને પુછપરછ કરતા તે શંકાસ્પદ જણાતા તેને થાંભલે બાંધીને માર માર્યો હતો. આ અંગે ગ્રામજનોએ પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(12:48 am IST)