Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

બનાસકાંઠા જિલ્લામાં ફરી તીડનું આક્રમણ : વાવ પંથકમાં ત્રણ કી,મી લાંબુ તીડના ઝુંડે દેખા દીધી

ખેતરોમાં પાકની જગ્યાએ તીડોના ઝુંડે ઝુંડ જોવાયા

બનાસકાંઠા: ખેડુતો ઉપર ઉપરા ઉપરી આફતો આવી રહી છે. પહેલા કમોસમી વરસાદ અને ત્યાર બાદ તીડોએ બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને પાયમાલ કરી દીધા છે, ત્યારે ફરીથી સરહદી વિસ્તાર વાવ પંથકમાં તીડોએ ધામાં નાખ્યા છે. માવસરી ,કુંડાળીયા ,રાધાનેસડા સહિતના ગામોમાં 3 કિલોમીટર લાબું તીડનું ઝુંડ પહોંચ્યું છે, અને ખેડૂતોના ખેતરમાં ઉભેલા જીરું,ઘઉં,મકાઈ,ઇસબગુલ ,એરંડા,અને રાયડાના પાકને મોટું નુકસાન કર્યું છે. ખેતરોમાં પાકની જગ્યાએ તીડોના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે.

માવસારી ગામના ખેડૂત કરશનભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં દેવું કરીને 5 લાખનો ખર્ચ કર્યો હતો. 10 વિઘામાં જીરું, રાયડો અને એરંડા જેવા પાકોનું વાવેતર કર્યું હતું તેમને 10 લાખની ઉપજ થવાની આશા હતી. તેમને તેમના પુત્રના લગ્ન, મકાન જેવા ખર્ચ ઉઠાવવાના હતા. પરંતુ તેમનો પાક તીડોએ સાફ કરી દેતા તેમની હાલત કફોડી બની છે, તેવો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર નુકશાનીનું વળતર આપે નહિ તો તેમને આત્મહત્યા કરવી પડશે.

(10:29 pm IST)