Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સુરતના કતારગામમાં બે માળની બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો : અનેક લોકો દટાયા : યુવકનું કરૂણમોત :ત્રણનું રેસ્ક્યુ કરાયું

બે માળની ઝરીના કારખાના ધરાવતા બિલ્ડીંગનો સ્લેબ બેસી ગયો

સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં  વસ્તાદેવડી રોડ પર બે માળની ઝરીના કારખાના ધરાવતા બિલ્ડીંગનો સ્લેબ બેસી ગયો હતો. બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હતા  ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને 3 વ્યક્તિને રેસક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યાં હતાં.જયાં 21 વર્ષીય યુવકનું મોત નીપજયું હતુ. લાંબા સમયથી વિવાદમાં ચાલતી આ ઇમારતેને લઇને હાઇકોર્ટમાં પણ કેસ ચાલે છે.

   સુરતના કતારગામ વસ્તાદેવડી સ્થિત આવેલ નીતા એસ્ટેટ નામનું બે માળનું જરીના કારખાના ધરાવતુ બિલ્ડીંગનો સ્લેબ અચાનક ધડાકાભેર બેસી ગયો હતો.એક ભાગનો સ્લેબ ધરાશયી થતાં એક મહિલા સહિત ત્રણ લોકો દબાયા હતા.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટનાસ્થળ પહોંચી રેસ્ક્યુ કરીને દબાયેલા ત્રણેય વ્યકતિને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર મળે તે પહેલા ત્રણ પૈકી 21 વર્ષીય યુવક શીવનરેશ ભોલેનું મોત નીપજયું હતુ.

(10:21 pm IST)