Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમદાવાદમાં અચાનક મકાનનું ફ્લોરિંગ બેસી ગયું પરિવારજનો ભયભીત બનીને ઘરની બહાર દોડ્યા

ઘટના બનતાની સાથે જાણ કરાતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર તો વારંવાર ભૂવા પડી જતા હોય છે. પરંતુ હવે તો જે જમીન પર પાક્કા ઘર હોય ત્યાં પણ જમીન ધસવાની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના બની છે ધરણીધર ચાર રસ્તા પાસેની સર્વમંગલ સોસાયટીમાં જ્યાં મકાન નંબર 7 જ્યાં આવેલું છે ત્યાં જમીન ધસી જેના કારણે મકાનનું ફલોરીંગ બેસી ગયું. અચાનક ઘરનું ફલોરીંગ બેસી જતા પરિવારજનો ગભરાઇને બહાર દોડી ગયા હતા તો ઘટના બનતાની સાથે ફાયર વિભાગને જાણ કરાઇ હતી જેથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી

(9:19 pm IST)