Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

વનમંત્રી રમણ પાટકરે હૈયાવરણ કાઢી : કહ્યું પત્રકારો પૂછી શકે છે પરંતુ રાજકારણીઓ પૂછી શકતા નથી !

મંત્રીએ કહ્યું પ્રદૂષણને લઇને પત્રકારોએ જાગૃત થવું જોઇએ.

અમદાવાદ : વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર ટોણો મારતું નિવેદન કર્યું છે. જેમાં એવું કહ્યું કે પ્રદૂષણને લઇને પત્રકારોએ જાગૃત થવું જોઇએ. તમામ ઉદ્યોગમાં જઇને વેસ્ટ નિકાલની માહિતી લેવી જોઇએ. પાટકરે ત્યાં સુધી કહ્યું કે પત્રકારો પૂછી શકે છે પણ રાજકારણી પૂછી નથી શકતા.

  જો કે રમણ પાટકરનું આ નિવેદનને ભૌગોલિક પરિસ્થિતી સાથે જોઇએ તો પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ યુપીએલ કંપનીના ઉચ્ચ હોદા પર છે ભાજપના જિલ્લા અધ્યક્ષ પણ છે અને તેઓ વાપીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે વન અને આદિજાતી પ્રધાન રમણ પાટકરે પત્રકારોને ટોણો મારતા આ પ્રકારનું નિવેદન કર્યુ હતું  

(10:13 am IST)