Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

કઠલાલ પોલીસે ભાલેજ ચોકડી નજીકથી રિક્ષામાં લઇ જવાતો 162 લીટર દારૂનો જથ્થો ઝડપ્યો

કપડવંજ: ડિવિઝન સ્કવોર્ડના પોલીસ જવાનો કઠલાલ ચોકડીએ પેટ્રોલીંગમાં હતાં. તે વખતે માહિતી મળી હતી કે કઠલાલમાં રહેતાં કમલેશભાઈ ઉર્ફે જાડીયો નટુભાઈ તળપદા સીએનજી રીક્ષા નં જીજે ૦૭ વીવી ૧૪૫૧ માં ગાજરની થેલીઓમાં દેશી દારૂ ભરી તેની ડિલીવરી કરવા જઈ રહ્યો છે. જેથી પોલીસે કઠલાલ ચોકડીએ વોચ ગોઠવી હતી. દરમ્યાન રીક્ષા આવતાં તેને રોકી તલાશી લેતાં તેમાંથી ગાજર ભરેલી મોટી પ્લાસ્ટીકની ત્રણ કોથળીઓમાં ત્રણ-ત્રણ લિટર દારૂ ની ૩૦ કોથળીઓ મળી આવી હતી. પોલીસે ૯૦ લિટર દેશી દારૂ તથા સીએનજી રીક્ષાના વિવિધ ખાનામાંથી બીજી ૨૪ કોથળી પ્રત્યેકમાં ત્રણ-ત્રણ લિટર દારૂ એટલે કે બીજુ ૭૨ લિટર દારૂ મળી આવ્યો હતો. 

આમ પોલીસે કુલ ૧૬૨ લિટર દેશી દારૂ રૂ.૩૨૩૦ તથા સીએનજી રીક્ષા કિંમત રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ.૪૩,૨૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી કમલેશ તળપદાની ધરપકડ કરી હતી.

 

(5:44 pm IST)