Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

રાધનપુર-સાંતલપુર તાલુકામાં મંજુર જીઆઇડીસી રદ્દ કરવા સામે આમરણાંત ઉપવાસ આંદોલન

પાટણ તા.૧૯: રાધનપુર-સાંતલપુર તાલુકામાં મંજુર થયેલ જીઆઇડીસી રદ્દ કરી દેતા રાધનપુર નાયબ કલેકટરશ્રીની કચેરીએ સામાજીક કાયર્કરે ઉપવાસ આંદોલન કરીને અન્નજળના ત્યાગ કરેલ છે.

સાંતલપુર તાલુકામાં ૨૩ ગામોને આવરી લેતી જી.આઇ.ડી.સી. બનાવવા ૨૦૦૭,૨૦૦૯ માં સંપૂર્ણ તેૈયારીઓ થઇ ચુકી હતી. પછાત એવા રાધનપુર સાંતલપુર વિસ્તારોમાં વારંવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે બેરોજગારોને રોજીમલી રહે અને આ પછાત વિસ્તારનો વિકાસ થાય તે માટે આ પંથકની માગને સરકારે હકારાત્મક પ્રતિસાદ આપેલ અને પાટણ થી સચીવાલય સુધી ફાઇલ ચાલેલ. પણ એકાએક આ ફાઇલને પડતી મુકાતા આ વિસ્તામાં રોષની લાાગણી વ્યાપી જવા પામી છે. કોઇ રાજકીય આગેવાન મોટી વગ અને પહોંચ ધરાવતા આગેવાનના ચંચુપાતને લીધે આ જીઆઇડીસીની ફાઇલ એકાએક રદ્દ થયેલ તેમ વિસ્તારના એક અગ્રણીયનો આક્ષેપ છે.  રાજ્ય સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં કંઇ પરિણામ ન આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે વાયબ્રન્ટમાં ગુજરાતની મુલાકાતે છે ત્યારે ત્યારે આ સમગ્ર બાબતની રજુઆત કરવા અને આવેદન પત્ર આપવા જવાની જાહેરાત કરતા આ વિસ્તારના સામાજીક કાર્યકર સુધીરભાઇ ભાસ્કર અને અન્ય કાર્યકરોને નજરબંધી હેઠળ વહીવટી તંત્ર એ લઇ લીધાનો આક્ષેપ સુધીરભાઇ ઠક્કર કરી રહયા છે. રાધનપુર-સાંતલપુરને જી.આઇ.ડી.સી. આપવા માંગ સામાજીક કાર્યકર સુધીરભાઇ ઠક્કરને વડાપ્રધાન સમક્ષ રજુઆત કરવા અને આવેદન આપવા ન જવા દેતા મામલતદારશ્રીને આવેદન પત્ર આપી પ્રાંત કચેરી સમક્ષ અન્નજળનો ત્યાગ કરી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અને આંદોલન ઉપર બેઠા છે.(૧.૩૬)

(3:35 pm IST)