Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મામલો હાઇકોર્ટ પહોંચ્યો :કોંગ્રેસે કરી અરજી :ચાર મુદ્દે માંગી દાદ

 

અમદાવાદ :વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી છે.જેમાં વિપક્ષે હાઇકોર્ટમાં ચાર મુદ્દે દાદ માંગી છે. જેમાં ટ્રસ્ટીઓને વહિવટ પરત સોંપવા, વીએસ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા, વીએસની સંપતિ પરત કરવા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની ફેરબદલી કરવા સહિતના મુદ્દે અરજી કરાઇ છે.

   અંગે અરજદાર અને વીએસ હોસ્પિટલના ટ્રસ્ટીઓમાંના એક દિનેશ શર્માએ જણાવ્યું કે હોસ્પિટલમાં અમુક ટ્રસ્ટીઓની પરવાનગી લેવામાં આવી છે બધાની પરવાનગી લેવામાં આવી નથી. જેમાં વાડીલાલ સારાભાઈ અને ચીનાઈ શેઠના ટ્ર્સ્ટીઓને વિશ્વાસમાં લીધા વગર વી.એસ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામા આવ્યું છે. હાઈકોર્ટમાં કરાયેલ અરજીમાં ચાર મુદ્દાઓ પર દાદ માંગવામાં આવી છે.

(12:25 am IST)