Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ફિલ્મ પદ્માવતના વિરોધમાં મહેસાણાની મોઢેરા ચોકડી પર ચક્કાજામ:નુગર બાયપાસ ચોકડી પર ટાયર સળગાવતાં ટ્રાફિકજામ;20 યુવાનોની અટકાયત

મહેસાણા ;ફિલ્મ પદ્મવતના વિરોધમાં મહેસાણાની મોઢેરા ચોકડીએ ચક્કાજામ કરાયો હતો  શુક્રવારે બપોરે રાજપૂત સમાજ, યુવા શેર સંગઠન અને મહાકાલ સેનાઅે મહેસાણાની મોઢેરા ચોકડી પર ચક્કાજામ કરતાં પોલીસે 20 યુવાનોની અટકાયત કરી હતી. સંગઠનના કેટલાક યુવાનોએ બહુચરાજી રોડ સ્થિત નુગર બાયપાસ ચોકડી પર ટાયર સળગાવતાં ટ્રાફિકજામની સાથે વાહન ચાલકોમાં ભય પ્રસર્યો હતો. જોકે બાદમાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. પદમાવત ફિલ્મ રિલીઝ કરવા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં રાજપુત સમાજના વિવિધ સંગઠનોએ સંયુકત પણે વિરોધ પ્રદર્શન કર્યું હતું 

(1:01 am IST)