Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નીતિનભાઈ પટેલે નવી ઓફિસમાં પૂજા કરીને ખુરશીમાં સ્થાન ગ્રહણ કર્યું

બીજા માળે ગિરનાર હોલને તોડીને નવી ઓફિસ બનાવાઈ :ટેલિફોન ઓપરેટર,પીએ અને પીએસની કેબિનની ફાળવણી કરાઈ

 

ગાંધીનગર ;રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાની નવી ઓફિસમાં પૂજા કરીને સ્થાન લીધું છે નીતિનભાઈ પટેલે તેમના કુળદેવી ઉમિયા માતાની પૂજા કરીને ખુરશીમાં સ્થાન ગ્રહણ કર્યુ હતુ.નીતિનભાઈ પટેલ સંકુલ 1ના બીજા માળે નીતિન પટેલ બેસતા હતા પરંતુ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો તેમને મળવા આવતા હતા.જેથી બીજા માળે રહેલા ગિરનાર હોલને તોડીને નીતિનભાઈ  પટેલની નવી ઓફિસ બનાવવામાં આવી હતી.શરૂઆતમાં ટેલિફોન ઓપરેટર અને ત્યારબાદ પીએ અને પીએસન કેબીનની પણ ફાળવણી કરાઇ છે.

(11:07 pm IST)