Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસમાં ભડકો ;પ્રમુખ સામે 36માંથી 30 સભ્યોની અવિશ્વાસ દરખાસ્ત

દરખાસ્તમાં ૪ અપક્ષ સભ્યોમાંથી ૩ સભ્યોનો પણ ટેકો ;પંદર દિવસમાં ખાસ મિટિંગ બોલાવાશેઃ

વડોદરા ;ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોમાં અસંતોષ ભભૂકી ઉઠ્યો છે અને શિસ્તના લીરેલીરા ઉડ્યા છે પાલિકાના કુલ 36માથી 30 સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. દરખાસ્તમાં અપક્ષ સભ્યોમાંથી સભ્યોનો ટેકો મળ્યો છે.જેથી આગામી પંદર દિવસમાં ખાસ મિટિંગ બોલવવામાં આવશે.
  
કોંગ્રેસના મોવડીઓએ પ્રથમ અઢી વર્ષની ટર્મમાં મહિલા જનરલ કેટેગરીના દક્ષાબેન પટેલને પ્રમુખ બનાવ્યા હતા પરંતુ બે વર્ષમાં નગર પાલિકામાં કોંગ્રેસમાં ભડકો થયો છે

(11:27 pm IST)