Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બ્રહ્મ સમાજ આંદોલનના માર્ગે ;બ્રહ્મ વિકાસ આયોગ રચવા માંગણી ;26મીએ ગાંધીનગરમાં વિશાળ રેલી

રેલીને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કરણી સેનાએ સમર્થન જાહેર કર્યુ

અમદાવાદ :બ્રહ્મ સમાજ દ્વારા પોતાના સમાજના વિકાસ માટે બ્રહ્મ વિકાસ આયોગ રચવા માટે માંગણી કરી છે. માંગણીને લઈને બ્રહ્મ સમાજ દ્વારા ૨૬મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં એક વિશાળ રેલીનુ આયોજન થયેલ છે .

   વેગુ જણાવાઈ રહ્યું છે કે ગુજરાતમાં બ્રાહ્મણોની સ્થિતિ અંગે સરકારમાં અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતા હજી સુધી કોઈ પરિણામ આવતા આખરે બ્રહ્મ સમાજે હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે,જે સંદર્ભે ૨૬મી જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે ગાંધીનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવશે.

   બ્રહ્મ સમાજનુ કહેવુ છે કે, અમે અમારી માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે શાંતિપૂર્ણ રીતે રેલી યોજવા માંગીએ છીએ. જો અમને રેલી યોજવાની મંજુરી આપવામાં નહીં આવે તો પણ અમે રેલી યોજવા મક્કમ છીએ.અમે હવે પોતાની સમસ્યા અંગે સરકારનુ ધ્યાન દોરવાનો નિર્ણય કર્યો છે.

  બ્રહ્મ વિકાસ આયોગ દ્વારા આયોજિત કરવામાં આવેલી રેલીને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કરણી સેનાએ સમર્થન જાહેર કર્યુ છે.

(11:05 pm IST)