Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વડોદરાના કથિત 2000 કરોડના કૌભાંડમાં સણસણતા આરોપ વચ્ચે મ્યુનિ કમિશનર રાવ સહપરિવાર ધારાસભ્યને મળવા પહોંચ્યા

અમારી વચ્ચે જુના સબંધો છે સમગ્ર અમ્મલે સત્ય બહાર લાવવા અમો કટિબદ્ધ છીએ ;મનદુઃખ દૂર કરવા પ્રયાસ કર્યા ;વિનોદ રાવ

 

વડોદરા;વડોદરાના આવાસ યોજનામાં કથિત કૌભાંડ મામલે મ્યુનિ કમિશનર વિનોદ રાવ સામે ધારાસભ્ય યોગેશ પટેલે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે અચાનક મ્યુનિ કમિશનર ધારાસભ્ય યોગેશ પટેલને મળવા તેઓના નિવાસસ્થાને પહોંચતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે બંને વચ્ચેની મુલાકાત બાદ મ્યુનિ કમિશનરે કહ્યું કે અમારી વચ્ચે જુના સબંધો છે અને સમગ્ર મામલે સત્ય બહાર લાવવા અમો કટિબદ્ધ છીએ

  વડોદરાના સંજય નગરના કથિત 2000 કરોડના કૌભાંડ મામલે ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિ કમિશનર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ ધારાસભ્ય યોગેશ પટેલના નિવાસસ્થાને સહપરિવાર મળવા આવતા ચકચાર જાગી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે સંજયનગર ખાતે નિર્માણાધીન પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000 કરોડના કથિત કૌભાંડમાં મેયર, મ્યુનિસિપલ કમિશ્નર સહિત ધારાસભ્ય યોગેશ પટેલનું નામ ચર્ચાયું હતું. જેને લઈને સીનીયર ધારાસભ્ય યોગેશ પટેલે બે વખત પત્રકાર પરિષદ સંબોધી મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ ઉપર ગંભીર આક્ષેપોકર્યા હતા તેમને ગોલ્ડમેનનું પણ બિરુદ આપી દીધું હતું, ત્યારબાદ અચાનક મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ તેમના પર આક્ષેપ કરનારા ધારાસભ્ય યોગેશ પટેલના ઘરે પત્ની સહીત પહોચ્યા હતા અને તેમની સાથે તેમના નિવાસ સ્થાને ચર્ચા વિચારણા કરી હતી.

 મીટીંગમાંથી બહાર આવીને પત્રકારો સાથે વાતચીત કરતા મ્યુનીસીપલ કમિશ્નર વિનોદ રાવે જણાવ્યું હતું કે ધારાસભ્ય યોગેશ પટેલ સીનીયર નેતા છે.મારા તેમની સાથે જુના સંબંધ છે  અને જયારે તેમને મનદુઃખ થયું હોય અને સમગ્ર કથિત કૌભાંડ મામલે રાજ્ય સરકાર તપાસ કરી રહી હોય ત્યારે અમે પણ સત્ય બહાર લાવવા કટિબદ્ધ છે.અને મેં તેમની સાથે ચર્ચા કરી મનદુઃખ દુર કરવા પ્રયાસ કર્યો છે.

  સમગ્ર વિવાદ મામલે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે એક અખબારમાં મારા પર આક્ષેપો થયા હતા ત્યારે સવાલ થાય કે બધી વાતો આવે છે ક્યાંથી અને તે મામલે મેં વિનોદ રાવ વિષે નિવેદન આપ્યું હતું અને મારી છબી બગાડવા એક ચોક્કસ લોબી કાર્યરત છે તે અંગેની જાણ પણ મેં ભાજપ હાઇકમાન્ડને કરી છે અને તેઓએ જે ગોલ્ડમેનના આક્ષેપો કર્યા હતા અને વિનોદ રાવ સામે તેમની પાસે પુરાવા છે તો તે હવે તેઓ બહાર પાડશે કે કેમ તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એતો જેમ સામે આવશે તેમ તેમ ફટકા પડશે.

(9:40 pm IST)