Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ભાજપના ધારાસભ્યના બહેનનો સરકાર સામે મોરચો ;ગીતાપુરના દલિતોના પ્રશ્ને દેત્રોજમાં રેવીબેનના ઉપવાસ

 

અમદાવાદ ;અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ગીતાપુરના દલિતોના પ્રશ્ને ભાજપના ધારાસભ્યના બહેન દેત્રોજમાં ઉપવાસી છાવણીમાં ઉપવાસ ઉપર બેસી ગયા છે શાસક પક્ષના ધારાસભ્યનાં બહેન પણ પક્ષના શાસન સામે ઉપવાસ પર ઉતરી ગયા છે.

   અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના ગીતાપુરના દલિતો ઘર પાણી અને વીજળી માટે ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે. ગામમાં ઘણા સમયથી દલિતોનો સામાજિક, આર્થિક બહિષ્કાર પણ ચાલુ હોવાનું કહેવાય છે ત્યારે ભાજપ સરકારના હાલના ધારાસભ્યનાં બહેન પણ ઉપાવસી છાવણીમા બેઠા છે.

   દેત્રોજ મામલતદાર કચેરીમાં ઉપવાસ ઉપર બેસેલા રેવીબેન નરસિંહભાઈ પરમાર હાલના ભાજપના કડી મત વિસ્તારના ધારાસભ્ય કરશન સોલંકીના બહેન છે.

    એક તરફ ભાજપના પક્ષ મોભીઓ ચૂંટણી સમયે દલિતોના ઘરે જઈને ભોજન સાથે લેવાની ઔપચારિકતા દાખવે છે  બીજી તરફ ચૂંટણી પૂર્ણ થયા પછી દલિતોના પ્રશ્ને કોઈ ધ્યાન નહીં રાખતું હોવાના આક્ષેપો થાય છે વધુ પ્રાપ્ત માહિતી મુજબ જીગ્નેશ મેવાણીએ પણ રેવીબેન સાથે ઉપવાસમાં જોડાઈને સરકારી નીતિ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

(9:39 pm IST)