Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દિયોદરના ઓઢા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગરમાવો ;ખાંડા ખખડાવતા ઉમેદવારો ;જીતના દાવા

 

બનાસકાંઠાના દિયોદર તાલુકામાં માત્ર એક ઓઢા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઓઢા ગામે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોપોતાના સમર્થકો સાથે દિયોદર મામલતદાર કચેરીએ પહોચ્યા હતા. અને પોત પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી જીતના દાવા કર્યા હતા

આ સાથે  અન્ય 8 ગામોમાં વોર્ડની ચૂંટણી શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્રએ પણ પૂરતી તૈયારીઓ કરી છે. ઉમેદવારો પોતાને વિજેતા બનાવવા માટે ગ્રામજનોને અપિલ કરી રહ્યા છે.તૈયારીઓ કરી દીધી છે. ઉમેદવારો પોતાને વિજેતા બનાવવા માટે ગ્રામજનોને અપિલ કરી રહ્યા છે.

(9:38 pm IST)