Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમદાવાદ : બજેટ ઉડતી નજરે

એએમટીએસ માટે ૩૩૫ કરોડની જોગવાઈ

         અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા આજે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૨૦૦ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૩૦૦ કરોડ સાથેનું કુલ રૂ.૬૫૦૦ કરોડનું ડ્રાફટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મારફતે મ્યુનિસિપલ કમિશનરે શહેરની વિકરાળ બનેલી ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-રસ્તા, બ્રીજની સમસ્યાઓના નિવારણ માટે મહત્તમ જોગવાઇ અને બજેટની ફાળવણી કરી છે. બજેટ મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

*        અમ્યુકોનું કોઇપણ વધારાના કરવેરા વિનાનું રૂ.૬૫૦૦ કરોડનું બજેટ રજૂ

*        સામાન્ય વેરામાં કોઇ જ વધારો નહી

*        વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં કોઇ જ વધારો નહી

*        વાહનવેરાના દરમાં કોઇ જ વધારો નહી

*        સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ.૮૮૫ કરોડ

*        રોડ-રસ્તાઓ અને બ્રીજના કામો માટે રૂ.૬૧૧ કરોડ

*        ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે રૂ.૪૬૫ કરોડ

*        પાણીની સુવિધા માટે રૂ.૪૩૮ કરોડ

*        આવાસ અને માળખાગત સુવિધા માટે રૂ.૨૭૨ કરોડ

*        જમીન-મકાનો માટે રૂ.૨૨૮ કરોડ

*        જાહેર સુવિધા માટે રૂ.૧૨૩ કરોડ

*        ફાયરબ્રિગેડ માટે રૂ.૧૫૭ કરોડ

*        ફલડ મોનીટરીંગ માટે રૂ.૧૦ કરોડ

*        એએમટીએસ માટે રૂ.૩૩૫ કરોડ

(7:17 pm IST)