Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કલોલમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે હિંસક મારામારી

કલોલ: પુર્વમાં આવેલી મૂળહંસ સોસાયટીમાં નજીવી બાબતમાં બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. શહેર પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇ ક્રોસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કલોલના પુર્વ વિસ્તારમાં આવેલી મૂળહંસ સોસાયટીમાં વાસી ઉતરાયણના દિવસે મારામારીની ઘટના બની હતી.

જેમાં બાઇક નીકાળવા જેવી નજીવી બાબતમાં વિશાલ પ્રતાપભાઇ પરમાર, લાલો ઇશ્વરભાઇ ગોહીલ, ભાવેશ રાજુભાઇ શાહ સહીત અન્ય એક ઇસમે નયન અમૃતલાલ પરમાર ઉપર લાકડીઓથી હુમલો કર્યો હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકમાં દાખલ થઇ હતી. ત્યારે આ ઘટનામાં સામા પક્ષે પણ ફરિયાદ આપી છે.

જેમાં દિપક ઇશ્વરભાઇ ગોહીલે ફરિયાદ નોંધાવી છે કે ઝગડામાં પોતે વચ્ચે છોડાવવા ગયો હોવાથી ઉશ્કેરાઇ ગેયલા નયન અમૃતલાલ પરમાર, યોગેશ અમૃતલાલ પરમાર, અમૃતલાલ કચરાભાઇ પરમાર, સુરેશ ભીખાભાઇ પરમારે દિપક ગોહીલને ગડદાપાટુનો માર મારી ઘાયલ કરી દીધો હતો. શહેર પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ કુલ ૧૦ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(6:12 pm IST)