Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મોતીવાડા બ્રિજ પર કાર ચાલકે મોપેડને ટક્કર મારતા વૃદ્ધ ચાલકનું ગંભીર ઇજાઓથી મોત

વાપી:૫ારડીના મોતીવાડા બ્રીજ પર કાર ચાલકે મોપેડને અડફટે લેતા વૃદ્ધ મોપેડ ચાલકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પારડીના સારકણ ગામે પીપળ ફળિયામાં રહેતા મગનભાઈ વેસ્તાભાઈ પટેલ (ઉ.વ.૭૯) આજે સવારે ઘરેથી પ્લેઝર મોપેડ (નં.જીજે-૧૫-એસએસ-૭૬૯૪) પર કામ માટે પારડી તરફ નીકળ્યા હતા. તે વેળા મોતીવાડા ફલાય ઓવર પર પુરઝડપે દોડી રહેલી ઈકો કાર (નં.જીજે-૧૫-એચએફ-૩૨૪૯)ના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત થયો હતો.

જેમાં મગનભાઈના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર માધુભાઈ પટેલે પારડી પોલીસમાં કાર ચાલક કલ્પેશ રામુભાઈ તલાવીયા (રહે. અબ્રામા, વલસાડ) વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(6:11 pm IST)