Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નેશનલ હાઈવેના વેણુપુર સ્ટેન્ડ નજીક પોલીસે બાતમીના આધારે ટેમ્પામાંથી 70 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મોડાસા:નેશનલ હાઈવે માર્ગના વેણપુર સ્ટેન્ડ નજીકથી પસાર થતા એક ટેમ્પામાંથી વિદેશી દારૂની ૭૦ પેટીઓનો જથ્થો પોલીસ ચેકીંગ દરમ્યાન ઝડપાયો હતો.જયારે પોલીસે રૂપિયા ૪,૨૦ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બે શખ્શોને હવાલાતે કરી કુલ રૂપિયા ૧૪,૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મોડાસા ડીવીઝનના ડીવાયએસપી ફાલ્ગુની આર.પટેલ ની રાહબરી હેઠળ જિલ્લા એલસીબી પોલીસ અને શામળાજી પોલીસ દ્વારા ગુરૂવારની વહેલી સવારે નેશનલ હાઈવે માર્ગના વેણપુર નજીક નાકાબંધી કરાઈ હતી.
દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ આઈશર ટેમ્પાને અટકાવી ચેકીંગ હાથ ધરાતાં આ ટેમ્પામાંથી વિદેશી દારૂની કુલ ૭૦ પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ વાહનમાંથી વિદેશી દારૂની ૮૪૦ બોટલો કિંમત રૂપિયા ૪,૨૦,૦૦૦ નો જથ્થો કબ્જે લીધો હતો અને ટેમ્પાના ચાલક મનવીંદરસીંગ રવિન્દ્રસીંગ મજબીશીખ રહે. ઘબખેડી તા. થાનેસર, જિ. કુરૂક્ષેત્ર (હરીયાણા) અને રાજેન્દ્રસિંગ દિલબાગસીંગ મજબશીખ રહે. મોહાલી, તા.જિ. મોહાલી (પંજાબ) નાઓ ને ઝડપી હવાલાતે કરી દીધા હતા.વિદેશી દારૂના આ ગેરકાયદેસર જથ્થા સહિત ટેમ્પો,અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૪,૨૨,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.જયારે આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર પંજાબના ધનેશ વાણીયા સહિત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:08 pm IST)