Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બિલ્ડરો ઓનલાઇન અરજી કર્યા બાદ ૭ દિ’માં હાર્ડ કોપી રજુ નહિ કરે તો પ્રતિદિન રૂ.૧૦૦૦નો દંડઃ ‘રેરા’ના નિયમથી ડેવલોપરો નારાજ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા) દ્વારા અમદાવાદ સહિત રાજયભરમાં ચાલતા પ્રોજેકટની ઓનલાઇન અરજી કર્યા પછી  ૭ દિવસમાં હાર્ડ કોપી રજુ નહિ કરનાર બિલ્ડર પાસેથી પ્રતિદિન રૂપીયા એક હજારનો દંડ વસુલ કરવાનો નિયમ અમલી બનાવાયો છે. જેની સામે રાજયના મોટાભાગના ડેવલોપર્સો નારાજ થયા છે.

ગુજરાત ક્રેડાઇ આ બાબતે વેરા સામે એવી રજુઆત કરી છે કે રેરા ઓથોરીટીએ ડેવલોપરોને ટ્રેનીંગ પ્રોગ્રામ આપવો જાઇએ અને ચેકલીસ્ટ પણ આપવું જાઇએ. તાજેતરમાં રેરાએ આ અંગે એવી સમજ આપી કે જા ર૪ નવેમ્બર-ર૦૧૭ પહેલાની ઓનલાઇન અરજીની હાર્ડ કોપી ૩૦ નવેમ્બર પછી રજુ કરવામાં આવે તો ૧લી ડિસેમ્બરથી પ્રતિદિન રૂ. ૧૦૦૦ નો વિલંબીત પ્રોસેસ ચાર્જ લાગશે. ફીના આ નિયમો રાજયના શહેરી વિકાસ વિભાગે જાહેર કર્યા છે.  તેમાં સૌથી મહત્વની જાગવાઇ એ છે કે ૧લી મે-ર૦૧૭ પહેલા જે બાંધકામ માટે બી.યુ. પરમીશન નહિ મળી હોય તેમને આ નવા નિયમ લાગુ પડશે. એટલું જ નહિ તેનો અમલ પણ કરવો પડશે. આવા બિલ્ડરોની સંખ્યા ઘણી મોટી છે આથી આ નિયમને કારણે તમામને હવે પ્રતિદિન રૂ. ૧૦૦૦ લેખે ૭૦ થી ૭પ હજાર સુધીનો દંડ ભરવો પડશે.

(5:45 pm IST)