Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનું 6500 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા કમિશ્નર શ્રી મુકેશ કુમાર

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનું વર્ષ 2018 – 19નું  6500 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. AMC કમિશનર શ્રી મુકેશ કુમારે આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતુ. ગત વર્ષે 6101 કરોડ રૂપિયાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતુ. હવે સુધારા વધારા કરી સ્ટેન્ડીંગ કમિટી ફાઈનલ બજેટ આપશે.

આ બજેટમાં સામાન્ય વેરા અને વાહનવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. સ્માર્ટ સીટી માટે બજેટમાં અલગથી જોગવાઇ કરવામાં આવી છે.  નવા પશ્વિમ ઝોન માટે  88 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આ બજેટમાં સામાન્ય દરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.

(12:36 pm IST)