Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

વડોદરા ક્રાઇમ બ્રાન્ચેને મોટી સફળતા : 69 કારતૂસ અને એક રિવોલ્વર સાથે 12 વર્ષથી વોન્ટેડ આરોપી સલીમ શેખ ઝડપાયો

હત્યાના પ્રયાસના ગુનામાં 12 વર્ષથી નાસતો ફરતો હતો આરોપી

વડોદરા: શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પાણીગેટ સ્થિત ચાબુકસવાર મહોલ્લામાંથી 69 કારતૂસ અને રિવોલવર સાથે સલીમ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે સલીમ સામે આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  શહેરના તરસાલી બાયપાસ સ્થિત હિમ્મતનગર સોસા.માં રહેતો સલીમ ઉર્ફે ઇમરાન અબ્દુલસત્તાર શેખ હાલ પાણીગેટ સ્થિત ચાબુકસવાર મહોલ્લામાં રહે છે. સલીમ સામે વર્ષ 2006માં તાંદલજા ખાતે મારા મારી અને હત્યાના પ્રયાસના ગુનામાં તેની સંડોવણી બહાર આવી હતી. હત્યાના પ્રયાસના ગુનામાં સલીમ શેખની સંડોવણી બહાર આવતા છેલ્લા 12 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા સલીમ શેખને પાણીગેટ સ્થિત ચાબુકસવાર મહોલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

  પોલીસે સલીમની તપાસ કરતા તેની પાસેથી કુલ 69 નંગર કારતૂસ અને એક રિવોલવર મળી હતી. આ મોટી માત્રમાં કારતૂસો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી પોલીસે સલીમ શેખની ધરપકડ કરી હતી. કારતૂસ અને રિવોલર કોની પાસેથી અને શા માટે લાવ્યો છે તે દિશામાં પુછપરછ હાથ ધરી છે. અત્રેઉલ્લખનીય છે કે સલીમ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 6 વખત મારા મારીના ગુનામાં ઝડપાયો હતો

(8:56 am IST)