Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ભારતીય કોસ્ટગાર્ડે બે દિવસમાં અલગ -અલગ ચાર ઘટનામાં 31 માછીમારોને ડૂબતા બચાવ્યા

ભારતીય કોસ્ટગાર્ડે ૧૪મી અને ૧૫મી ડિસેમ્બરના રોજ ગુજરાતના દરિયાકાંઠા આસપાસ બોટ ડૂબવાની અલગ-અલગ ચાર ઘટનામાં કુલ ૩૧ ખલાસીઓનો બચાવ કર્યો છે. ૧૪મી ડિસેમ્બરે વેરાવળ નજીકના દરિયામાં શિવ મહિમા નામની બોટની એન્જિન સહિતની મશીનરી ફેઈલ થતા બોટ ડૂબવા લાગી હતી.

  બોટ પરથી મદદ માટે ડિસ્ટ્રેટ કૉલ જતાં કોસ્ટગાર્ડ દ્વારા પાંચેય માછીમારો સહિત બોટનો બચાવ કરવામાં આવ્યો હતો. તે જ દિવસે વેરાવળની કૈલાશનાથ બોટ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક તકનિકી ખામીના કારણે ડૂબવા તેમાં રહેલા છ માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો. જો કે બોટમાં વધારે પાણી ભરાયું હોવાથી બોટ ડૂબી ગઈ હતી

  ૧૫ ડિસેમ્બરના રોજ દીવ નજીકના દરિયામાં જલ ધારા નામની બોટ સહિત ૧૨ માછીમારો અને જય ખોડિયાર નામની બોટ સહિત આઠ માછીમારોનો કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો

(8:49 pm IST)