Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

મીટ એક્સપોર્ટ નીતિ બદલવાની માંગ સાથે વડોદરામાં જીવદયા પ્રેમીઓએ ધરણાં કર્યા

રવિવારે જાહેર રસ્તા પર સહી ઝુંબેશ પણ કરવામાં આવશે.

 

વડોદરા :ગુજરાત સરકાર દ્વારા કચ્છના બંદરેથી કતલ માટે આરબ દેશોમાં મોકલાતાં ઘેટાં-બકરાંની નિકાસ સામે રોક લગાવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની જેમ કેન્દ્ર સરકાર પણ સંદર્ભે કાયદો બનાવી મીટ એક્સપોર્ટ નીતિમાં બદલાવ લાવે તેવી માંગણી કરી હતી

  તેની સાથે જીવદયા પ્રેમીઓએ રવિવારે ગાંધી નગરગૃહ ખાતે ધરણા યોજ્યાં હતાં. વડોદરા પાંજરાપોળના મંત્રી રાજીવ શાહે જણાવ્યું હતું કે, આવતા રવિવારે જાહેર રસ્તા પર સહી ઝુંબેશ પણ કરવામાં આવશે.

(12:54 am IST)