Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રેશનિંગ કાર્ડ બનાવવા મુદ્દે ભારે ગેરરીતિઓ ખુલી છે

ફોલ્ડરિયાઓનો રાફડો વધ્યો છે

પાલનપુર, તા. ૧૮ :  સરકાર સેવા સેતુ જેવા સ્થાનિક કાર્યક્રમો કરે છે. જેમાં મોટા ભાગે ફિયાસ્કો જોવા મળે છે અને ધાનેરા પુરવઠા વિભાગમાં ગામડાથી આવતા રેશનકાર્ડ ધારકો પોતાના રેશનકાર્ડ નવા બનાવવા, બંધ હોય તે ચાલુ કરવા, નામ કમી કરવા ,તેમજ નામ દાખલ કરવા, માટે ધાનેરા પુરવઠા ઓફિસ માં આવતાં હોય છે પણ ઓફિસ ની બાહર ફોલ્ડરીયા જમાવડો જોવા મળી રયો છે. આ કામગીરી માટે ફોલ્ડરયાનો સંપર્ક કરવામાં આવે તો કામ જલ્દી થઈ જાય છે અને ડાયરેક સંપર્કમાં ગ્રાહકો ને બેથી ત્રણ ધક્કા ખાવા પડે છે.

       આ બાબતે વારંવાર પૂરવઠા અધિકારીની જણાવવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ઓફિસના અંદર તેમજ બહાર ફોલ્ડરીયા જમાવડો જમાવીને બેઠા છે. જે લોકશાહીમાં ખુલ્લેઆમ લૂંટ વ્યાજબી નથી. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી તેમજ કલેકટર સાહેબ તપાસ કરી ધાનેરા પુરવઠા વિભાગમાં રેશનકાર્ડ બનાવવા માટે  ફોલ્ડરીયા પ્રથા બંધ કરવામાં આવે અને ફોલ્ડરીયો ઓ પર લાલ કરવામાં આવે તેવી લોકોની વિનંતી છે.

(9:13 pm IST)