Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કંપની લો ક્વીઝ ફાઇનલ ૨૩મીએ શહેરમાં રહેશે

ક્વિઝને લઇને ઉત્સુકતામાં વધારો

અમદાવાદ, તા.૧૮ :  ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ) દ્વારા દર વર્ષ યોજાતી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝની ફાઇનલ આ વર્ષે તા. તા.૨૩ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ અમદાવાદ શહેરમાં યોજાશે. કંપની સેક્રેટરીશીપ કોર્સમાં કંપની લો મુખ્ય વિષય છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સ્તર વધે તે માટે આઈસીએસઆઈ દ્વારા દર વર્ષે કંપની લો ક્વીઝનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં તા. ૨૩ નવેમ્બર ૨૦૧૯નાં રોજ ૧૯મી ઓલ ઈન્ડિયા ક્વીઝની ફાઇનલ યોજાશે., જેને લઇ સીએસના સ્ટુડન્ટ્સમાં જોરદાર ઉત્સાહ છવાયો છે. આ વર્ષે યોજાવા જઇ રહેલી ઓલ ઇન્ડિયા કંપની લો ક્વીઝમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટે ક્વીઝનું ફોર્મેટ પણ બદલવામાં આવ્યું છે. આઈસીએસઆઈ દ્વારા ૧૯મી ઓલ ઈન્ડિયા કંપની લો ક્વીઝ દ્વારા તા. ૧૨ ઓક્ટોબર,૨૦૧૯નાં રોજ એમસીક્યુ પેટર્નથી ઓનલાઈન કોમ્પીટીશનનો પ્રિલીમનરી રાઉન્ડ યોજાયો હતો.

               તા. ૬ નવેમ્બર ૨૦૧૯નાં રોજ તેનો સેમી ફાઇનલ રાઉન્ડ યોજાયો હતો. ઓનલાઈન ક્વીઝને ફાઉન્ડેશનનાં સ્ટુડન્ટસ, એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ પ્રોગ્રામ તબક્કાઓ મારફતે યોજવામાં આવી હતી. સેમી ફાઇનલ રાઉન્ડમાં પ્રિલિમનરી રાઉન્ડ કરતાં થોડું અઘરું સ્તર રાખવામાં આવ્યું હતું. આ રાઉન્ડ બાદ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ સ્ટેજીસ એમ ત્રણ કેટેગરીઓમાંથી ટોચના ચાર સ્ટુડન્ટસને નેશનલ રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા છે. આગામી તા. ૨૩ નવેમ્બર ૨૦૧૯નાં રોજ અમદાવાદમાં ફેરફિલ્ડ બાય મેરિઓટમાં નેશનલ ફાઇનલ રાઉન્ડ યોજાશે. આઈસીએસઆઈએ વર્ષ ૨૦૧૯થી કેશ એવોર્ડસની પણ રજૂઆત કરી છે.

            જેમાં ફાઉન્ડેશન કેટેગરીમાં પ્રથમ પ્રાઇઝ રૂ. ૫૦,૦૦૦નો કેશ એવોર્ડ અને કોમેન્ડેશન સર્ટિફિકેટ, દ્વિતીય પ્રાઇઝમાં  રૂ. ૩૦,૦૦૦નો કેશ એવોર્ડ અને કોમેન્ડેશન સર્ટિફિકેટ અને તૃતીય પ્રાઇઝમાં  રૂ. ૨૦,૦૦૦નો કેશ એવોર્ડ તેમ જ કોમેન્ડેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ જ પ્રકારે એકઝીકયુટીવ અને પ્રોફેશનલ કેટેગરીમાં પણ આ જ પ્રકારના કેશ એવોર્ડ અને કોમેન્ડેશન સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવશે.

(9:06 pm IST)