Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વડોદરા-નડિયાદ લાઈન પર સવારના સુમારે ટ્રેનની હડફેટે અજાણ્યા શખ્સનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજતા અરેરાટી

નડિયાદ: તાલુકાના કણજરી પાસે વડોદરા-નડિયાદ લાઇન પર સવારના ૬.૫૫ કલાકે સયાજી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યો ઈસમ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. નડિયાદ રેલવે પોલીસના જણાવ્યા મુજબ મૃતક પાતળા બાંધાનો, રંગે શ્યામ વર્ણનો અને સીલેટીયા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ કમરના ભાગે વાગેલાનું નિશાન છે. રેલવે પોલીસે અકસ્માત મોતની નોધ દાખલ કરીને મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.

(5:51 pm IST)