Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સુરતમાં બાજપાય રોજગાર યોજનામાં સબસીડીવાળી લોન અપાવવાનું કહી છેતરપિંડી આચરનાર મહિલા ઠગની ધરપકડ

સુરત:સરકારની બાજપાય રોજગાર યોજનામાં નાના-મોટા ઉદ્યોગ માટે રૂા. 8 લાખ પુરાની સબસીડી વાળી લોન અપાવવાની લાલચ આપી મોરાભાગળની બ્યુટીશયન સહિત આઠથી વધુ લોકો પાસેથી લાખ્ખોની મત્તા પડાવી લેનાર ઠગ મહિલાને રાંદેર પોલીસે ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે.

નાનપુરા વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતા દિપીકાબેન પ્રાણભાઇ પામેલા (રહે. શીવદર્શન સોસાયટી, મોરાભાગળ સુભાષ ગાર્ડનની બાજુમાં) ને ઝાહેદા ઉર્ફે મુસ્કાન ગુલામ હુસેન શેખ(ગાડીવાલા) (ઉ.વ.૨૬ રહે.ઘર નંબર ૧૬૨૨ ખંડેરાવપુરા, બ્રાઇડ સર્વિસની ગલીમાં, નાનપુરા) એ પોતે બાજપાય રોજગાર યોજનામાં નાના-મોટા ઉદ્યોગ માટે રૂા. 8 લાખ પુરાની સબસીડી વાળી સરકારી લોન અપાવવાની લાલચ આપી હતી.

(5:45 pm IST)