Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગાંધીનગર-સરખેજ હાઇવે પર યુવાનને છરી બતાવીને લૂંટ ચલાવનાર બે આરોપીઓને ચાંદખેડા પોલીસે ઝડપતા અદાલતે સાત વર્ષની સજાની સુનવણી

ગાંધીનગર: શહેર નજીક સરખેજ હાઈવે ઉપર ત્રણ વર્ષ અગાઉ બે યુવાનોને છરી બતાવીને તેમની પાસેથી લૂંટ કરનાર બે આરોપીઓને ચાંદખેડા પોલીસે ઝડપી લીધા બાદ આ કેસ ગાંધીનગર પ્રિન્સી.ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલો અને પુરાવા ધ્યાને રાખી કોર્ટે બે આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.    

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત તા.ર૦ સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ નિરમા એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અને ગ્રીનવુડ રીસોર્ટમાં આવેલી રવિ હોસ્ટેલમાં રહેતા પ્રશાંત અમરસિંહ સોલંકી તેમના મિત્ર સાથે ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર આવેલી હોટલમાં જમવા માટે ગયા હતા અને ત્યારબાદ ચાલતા જઈ રહયા હતા તે વખતે પલ્સર બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને છરી બતાવીને તમારી પાસે જે હોય તે આપી દો.. નહીંતર છરી તમારી સગી નહીં થાય તેમ કહી ત્રણ મોબાઈલ લૂંટી લીધા હતા. 

(5:43 pm IST)