Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સુરતમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ ઝડપાઇઃ ૨૧ મોબાઇલ, રિક્ષા સહિત સહિત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત : રિક્ષામા મુસાફરના સ્વાંગમા ફરી મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગને સુરતની કતારગામ પોલીસે ઝડપી પાડી હતી. જેઓની પાસેથી પોલીસે 21 મોબાઇલ, રીક્ષા સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે બે ગુનાઓ ઉકેલી કાઢવામા સફળતા મેળવી છે. રિમાન્ડ દરમિયાન ડઝનેક ચોરીના ગુનાઓ ઉકેલાશે તેવી આશા સુરત પોલીસને જાગી છે.

              સુરતના કતારગામ પોલીસને બાતમી મળી હતી કે, રિક્ષામા મુસાફરનો સ્વાંગ રચી મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ હાલ કતારગામ વિસ્તારમા ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રિક્ષામા સવાર સાત લોકોની અટકાયત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓની પાસેથી 21 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા તેઓએ ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે તમામ લોકોની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે મોબાઇલ ચોરીથી તેઓઓ મેળવ્યા છે.

                પોલીસ પૂછપરછમા તેઓએ પોતાના નામ રફીક ઉર્ફે બાંગો, અનવર શેખ, અલ્લારખા, વિકિ થોરાટ, રાહુલ આહિરે તથા ફૈયાઝ શા જણાવ્યું હતું. ગેંગ રેલ્વે સ્ટેશન અને કતારગામ વિસ્તારમા ફરતી હોય છે. શરુઆતમા તેઓ રિક્ષામા ત્રણ સાગરિતો બેઠા હોય છે. બાદમા એકલ દોકલ મુસાફરને તેઓની વચ્ચે બેસાડી દે છે. બાદમા તેની નજર ચૂકવીને મોબાઇલની ચોરી કરી અધ વચ્ચે ઉતરી જતા હોય છે. મોબાઇલ ચોરી ગેંગ પૈકી રફીક અગાઉ પોલીસના હાથે ઝડપાય ચૂક્યો છે. તેમજ એક સરથાણા પોલીસ મથકનો ગુનો ઉકેલવામા પોલીસને સફળતા મેળવી છે. હાલ પોલીસે તમામને કોર્ટમા રજુ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમા ડઝનેત મોબાઇલ ચોરીના ગુના ઉકેલાશે તેવી શક્યતા વ્યકત કરવામા આવી છે.

(5:26 pm IST)