Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સુરક્ષિત ઓટોઃ તમામ રીક્ષાઓ પોલીસના દાયરામાં

મહેસાણા જિલ્લા પોલીસ વડા મનીષસિંહનો નવતર પ્રયોગ

ગાંધીનગર : પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે રીક્ષા મુસાફરી દરમિયાન થતા બનાવો અને ગુન્હાઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક મનીષસિંહ દ્વારા જિલ્લામાં 'સુરક્ષિત ઓટો' સેવા નામનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે. આગામી  ૩ માસમાં આ પ્રોજેકટ અમલી બનતાં જિલ્લાની તમામ ૧૩ હજાર જેટલી રીક્ષાઓ પોલીસના દાયરામાં આવી જશે જેનાથી જિલ્લાના નાગરીકો સુરક્ષીત અને સલામતી મુસાફરીનો  અનુભવ થશે. મહેસાણા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ, મહેસાણા જિલ્લા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ અને માર્ગ સુરક્ષા અભિગમ થકી પોલીસ તંત્ર અને આરટીઓના સંયુકત પ્રયાસથી જિલ્લામાં નવતર અભિગમની શરૂઆત થનાર છે. સુરક્ષીત ઓટો સેવા થકી જિલ્લાની તમામ ઓટોને એક કોડ નંબર આપવાામં આવશે જે કોડ સ્થાનીક પોલીસ સ્ટેશનના કોડ સાથે મળતો હશે જેમ કે કડીમાં કે.-૦૧, આ પ્રકારનો કોડ રાખવાનું મુખ્ય કારણ એ છે કે પ્રવાસી સહેલાઇથી યાદ રાખી શકે. આ ઉપરાંત આ કોડ સાથે નીચે પ્રામણીત કરવામાં આવશે કે આ વાહન પોલીસ તંત્ર અને આર. ટી.ઓ. વિભાગ દ્વારા પ્રમાણીત થયેલ છે.

રીક્ષા મુસાફરી દરમિયાન થતા ગુન્હાઓ અને બનાવો અટકાવવા માટે મહેસાણા જિલ્લામાં આ હકારત્મક અભિગમ સમાજમાં પોઝીટીવ વિચારની દિશામાં પ્રેરણા પુરી પાડનારો બનશે. મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રીક્ષા માલિક સાથે રીક્ષા હાંકનાર સહિતની તમામ વિગતો લઇને નોંધણી કરી કોડ અપાશે જેથી કોડ ઉપર તમામ વિગતો સહેલાઇથી મળી શકે. આ માટે જિલ્લાના નાગરીકોને અપીલ કરાશે કે જે રીક્ષાને સુરક્ષિત ઓટો સેવાથી પ્રમાણીત કરાઇ હોય તે જ રીક્ષામાં મુસાફરી કરવી જિલ્લા પોલીસ અધિક્ષક મનીષ સિંહના આ અભિગમ થકી જિલ્લાની ૧૩ હજાર જેટલી રીક્ષાઓ - રીક્ષા ચાલકો અને રીક્ષા માલિકોના ડાટા ઉપલ્બધ બનશે.

(3:36 pm IST)