Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

યુવા પેઢીને ‘નશાની ગર્તા'માં ધકેલવાનું ષડયંત્ર, પાકનું પ્રોકસીવોર!!

ગુજરાતમાં અચાનક કરોડો રૂપીયાના કેફી પદાર્થની સાથોસાથ પ્રથમ વખત રાજયમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્‍ચના વડાના માર્ગદર્શનમાં કોકીન ઝડપાતા પાડોશી દેશની સંડોવણીની શંકા દ્રઢઃ આઇબી વડા મનોજ શશીધરે સેન્‍ટ્રલ આઇબી સાથે તાકીદની ચર્ચાઓ કરી : ૪ એ આશીષ (ભાટીયા) , અજય કુમાર (તોમર), અનુપમસિંહ (ગેહલોત) અને અશોકકુમાર (યાદવ)ની માફક સરહદી વિસ્‍તારનો હવાલો ધરાવતા સુભાષ ત્રિવેદીએ હથીયારો અને આતંકવાદીઓની ઘુસણખોરી માફક કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા એસપીઓ સાથે ચર્ચા કરી માસ્‍ટર પ્‍લાન ઘડયોઃ બીએસએફ વડા જી.એસ.મલ્લીક પણ એલર્ટ અને છેલ્લે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શનમાં એસઓજી પીઆઇ આર.વાય.રાવલ ટીમે એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક કામગીરી કરી છેઃ રસપ્રદ કથા

રાજકોટ, તા., ૧૮: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અને કડક કાયદાઓ લાદવા છતા ગુજરાતમાં ઘુસતો કરોડો રૂપીયાનો દારૂ રોકવા માટે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ કમર કસી છે તેવા ટાંકણે જ તેમની નિવૃતીના આડે હવે થોડો માસ બાકી રહયા છે તેવા સમયે જ તેઓના માટે એક નવો પડકાર ઉભો થયો છે અને આ પડકાર છે ગુજરાતમાં અચાનક કરોડો રૂપીયાનો નશીલો પદાર્થ ઘુસતો રોકવા માટે શું કરવું ? તે બાબત છે. ગુજરાતમાં ટુંકાગાળામાં જ અમદાવાદથી અમરેલી અને ગાંધીનગરથી ગોમટા સુધી અને રાજકોટની હદ સુધી ગાંજો, કોકેઇન, મેકેડ્રોન વિગેરે નશીલા પદાર્થો ઘુસી રહયા છે. આવા આક્રમણના કારણે પાકિસ્‍તાની જાસુસી સંસ્‍થા આઇએસઆઇ દ્વારા આ પ્રોકસીયુધ્‍ધ તો નથીને? તેવી શંકા આધારે ગુપ્તચર વડા મનોજ શશીધરે સેન્‍ટ્રલની વિવિધ એજન્‍સીઓ સાથે ચર્ચાઓ અને મીટીંગોનો દોર શરૂ કર્યો છે.

દરમિયાન યુવા ધનને નશાની ગર્તામાં ધકેલાતા અટકાવવા માટે સીઆઇડી વડા અને અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા કે જેઓને ખાસ જવાબદારી સુપ્રત થઇ છે. તેમના માર્ગદર્શનમાં ભુતકાળમાં બીએસએફમાં ફરજ બજાવી નશીલા પદાર્થોનું  નેટવર્ક છીન્નભીન્ન કરવા માટે ઝઝુમનાર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્‍ચના વડા અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં ગુજરાતમાં પ્રથમ વાર લાખો રૂપીયાનું કોકેઇન ઝડપાતા અને આરોપીની પુછપરછ દરમિયાન જે વાતો બહાર આવી તેનાથી પાડોશી દેશની સંડોવણીની શંકા દ્રઢ બની છે.

એસીપી બી.વી.ગોહીલ ટીમના પીઆઇ કે.જી.ચૌધરી , પીઆઇ ડી.બી.બારડ, ટેકનીકલ પીએસઆઇ કે.પી.પટેલ તથા સ્‍ટાફના અન્‍ય સભ્‍યોએ પીએસઆઇ આઇ.એ.ઘાસુરાને મળેલી બાતમી આધારે રૂા. ૬૧ લાખથી વધુનું કોકેઇન ઝડપી પાડયું છે. આ કોકેઇની હેરફેર આરોપસર મુંબઇના રમેશ રાઠોડ, અઝરૂદીન અરબાજ વિ.ને ઝડપી આકરી પુછપરછ કરતા આ માલ કુવિખ્‍યાત ફિરોઝ ચોરનો હોવાનું બહાર આવતા જ પોલીસ ચોંકી ઉઠી છે. નળની ચોરીમાંથી ડ્રગ્‍સ સપ્‍લાયર બનેલ ફિરોઝ ચોર મહારાષ્‍ટ્રથી ડ્રગ્‍સ ગુજરાતમાં લાવી અને સપ્‍લાય કરે છે. હાલમાં તે ફરાર છે. નવાઇની વાત એ છે કે ફિરોઝ ચોરની પત્‍ની પણ આરોપી છે. પરંતુ તે સગર્ભા હોવાથી તેની ધરપકડ કરી નથી. ફિરોઝ ચોર ઉમરાહ કરવા મકકા મદિના ગયો છે. રમેશ રાઠોડ શતાબ્‍દી ટ્રેઇન શરૂ થઇ ત્‍યારથી ટ્રેનની કેન્‍ટીનમાં વેઇટર છે અને કેટ્રીનના બહાને છ મહીનાથી ડ્રગ્‍સ ઘુસાડતો હતો.

ચાલુ વર્ષમાં જ રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શનમાં

એસઓજી પીઆઇ આર.વાય.રાવલે ૧ કરોડથી વધુના કેફી પદાર્થ ઝડપ્‍યા

રાજકોટ, તા., ૧૮: ગુજરાતમાં ગાંજા મ્‍યાંઉ મ્‍યાંઉ જેવા નશાકારક ડ્રગ્‍સો ઘુસાડવામાં ડ્રગ્‍સ પેડલરો રાજકોટમાં પણ પાછળ નથી. જો કે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની જાગૃતીથી અને રાજકોટ એસઓજીના કાર્યદક્ષ પીઆઇ આર.વાય.રાવલે કુલ ૧ર કેસોમાં ચાલુ વર્ષમાં જ ૧ કરોડ ૧૯ લાખ પ૦ હજારથી વધુ રકમનો કેફી પદાર્થ પકડી પાડવામાં સફળતા મળી છે.

એસઓજી ટીમ દ્વારા જે કેફી પદાર્થ ચાલુ વર્ષમાં ઝડપાયો તેમાં ગાંજો ર૪ કિલો, મેફેટ્રોન ૯.૭૭ ગ્રામ, કોકીન ૩૮.પ૪૦ ગ્રામ, મ્‍યાંઉ મ્‍યાંઉ ૧.૭પ૦ ગ્રામ, મળી ટોટલ  ૯,૮૧,પ૯૯ નો ડ્રગ્‍સ તથા બે ડઝન આરોપીઓને ઝડપી પીઆઇ આર.વાય.રાવલ ટીમે યશસ્‍વી ફરજ મનોજ અગ્રવાલના માર્ગદર્શનમાં બજાવી છે.

સંસ્‍કારી નગરી (વડોદરા)ના યુવાનોને કેફી દ્રવ્‍યોના બંધાણી થતા અટકાવવા 

યુરોપથી અનુપમસિંહ ગેહલોતે મંગાવેલ કીટની હાઇકોર્ટે પણ નોંધ લીધી

રાજકોટ, તા., ૧૮:  ગુજરાત સરકાર માટે અને રાજય પોલીસ તંત્રમાં નવો પડકાર ઉભો થયો છે અને આ પડકાર છે રાજયના નાના મોટા વિવિધ શહેરોમાં ચરસ, બ્રાઉન સુગર અને ગાંજો, કોકેઇન જેવો જથ્‍થો ઠલવવાનો પડકાર.

સંસ્‍કારી નગરી તરીકે જાણીતા વડોદરાના સુપ્રસિધ્‍ધ શિક્ષણધામો નજીક યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવા માટે પ્રયાસો કરનાર વિવિધ ગેંગોને ઝડપી લીધા બાદ અને આવા આરોપીઓની પુછપરછ દરમિયાન નશાકારક ઇન્‍જેકશનો અને યુવાઓને ચરસના બંધાણી બનાવવા માટે જે ષડયંત્ર ચાલી રહયું હતું તેનાથી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ચોંકી ઉઠયા હતા. તેઓએ યુરોપથી ખાસ પ્રકારની જે કીટ મંગાવી છે તેની નોંધ કેરળ હાઇકોર્ટે લઇ કેરળ સરકારને વડોદરા પોલીસ જેવી જ કાર્યવાહી કરવા સુચવ્‍યું છે. આજ બતાવે છે કે યુવા પેઢી પર નશાકારક પદાર્થોનું કેટલું મોટુ સંકટ તોળાઇ રહયું છે.

અમરેલી જીલ્લામાંથી તો આખુને આખુ ગાંજાનું વાવેતર ઝડપાતા નાના ગ્રામ્‍ય વિસ્‍તારો

સુધી કેફી પદાર્થનું દુષણ ફેલાયાનું સાબીત થયું

રાજકોટ, તા., ૧૮: ગુજરાતમાં નશાકારક પદાર્થો ઘુસાડવાનું ષડયંત્ર માત્ર મોટા શહેરો કે ગુજરાત પુરતુ જ મર્યાદીત નથી કાઠીયાવાડના નાના નાના ગામોનો પણ તેમાં સમાવેશ હોવાની ચાડી ખાતી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અમરેલી જીલ્લાના લાઠીના સુવાગઢ ગામમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર થયાની માહિતી મળતા જ ભાવગનર રેન્‍જના વડા અશોકકુમાર યાદવ અને અમરેલી એસપી નિલિપ્ત રાય  વગેરે ચોંકી ઉઠયા હતા. અશોકકુમાર યાદવે  ભાવનગર, અમરેલી પોલીસનું સંયુકત ઓપરેશન હાથ ધરી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર પકડી પાડયું હતું.

દામનગર પોલીસ, એસઓજી વિગેરેએ ટીમ વર્ક દ્વારા પકડી પાડેલું ષડયંત્ર પણનશાકારક પદાર્થોના પડકારથી કાઠીયાવાડના નાના સેન્‍ટરો પર પણ બાકાત ન હોવાની બાબતને પુષ્‍ટી આપી રહયું છે. આ બધી બાબતો આમતો ચિંતાજનક છે પરંતુ પોલીસ પણ આ પડકારને ઝીલવા ઝઝુમી રહી છે.

એસઓજી ક્રાઇમ ડીસીપી ડો.હર્ષદ પટેલે નવતર કાયદાનો અમદાવાદથી પ્રારંભ કરાવ્‍યો

રાજકોટઃ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્‍ચના વડા અજય કુમાર તોમર કે જેઓ યુવા ધનને નશાની ગર્તામાં ધકેલવા માટે  વિશેષ અભિયાન ચલાવે છે તેમના અભિયાનને રસપુર્વક એસઓજી ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી ડો.હર્ષદ પટેલ રસ પુર્વક આગળ વધારી રહયા છે. ટુંકાગાળામાં જ ચરસ, બ્રાઉન સુગર અને ગાંજાના સપ્‍લાયરોને જેલ ભેગા કરવા સાથે પીઆઇટી એનડીપીએસની નવતર કલમનો દેશમાં અમદાવાદથી પ્રારંભ કરાવી સીઆઇડી વડા આશીષ ભાટીયા સમક્ષ દરખાસ્‍ત રજુ કરી ગુન્‍હો કરવાની ટેવવાળા આરોપી મહમદ આરીફને ભુજ જેલમાં મોકલાતા સન્નાટો મચી ગયો છે.

(1:34 pm IST)