Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગુજરાતભરમાં પ હજારથી વધુ વેપારીઓને માહિતી માટે સમન્‍સ પાઠવાતા ફાટી નીકળેલો રોષ

નોટીસ-ઇ-મેઇલ પણ કરી શકાય છેઃ SCGT વિભાગની કાર્યવાહીથી વેપારીઓ નારાજ

રાજકોટ, તા. ૧૮ : સીજીએસટી વિભાગના અધિકારીઓએ રાજકોટ સહિત રાજયભરના પ હજાર વેપારીઓને તેમના વેપાર અંગેની સામાન્‍ય માહિતી માટે એકીસાથે સમન્‍સ પાઠવાતા, વેપારીઓમા ભારે રોષ ફેલાયો છે.

વેપારીઓનું કહેવું છે કે અમારી જરૂરી માહિતી નોટીસ કે ઇ-મેઇલથી પણ મંગાવી શકાય છે, એમાં સમન્‍સ પાઠવવાની શું જરૂર છે, સમન્‍સમાં તો વેપારીઓને ફરજીયાત હાજર રહેવું પડે, નાણા-સમયનો ખોટો દૂરઉપયોગ થાય છે.

એસજીએસટી વિભાગના અધિકારીના અધિકારીઓ દ્વારા ખરીદ અને વેચાણની વિગતો મંગાવવા, બિલના પુરાવા, કોની પાસેથી ખરીદી કરી? , શટેકસ ભર્યાના પુરાવા, વેપારીઓએ સુપરત કરેલા ડોકયુમેન્‍ટમાં ખૂટતી માહિતી મેળવવા, તેમજ અન્‍ય બાબતે માહિતી મંગાવવા માટે વેપારીઓને સમન્‍સ આપવામાં આવે છે. આ પ્રકારે માહિતી મંગાવવા માટે સામાન્‍ય પત્રવ્‍યવહાર, રીમાઇન્‍ડર કે નોટીસ આપવાને બદલે સમન્‍સ આપવાને કારણે વેપારીઓમાં ગભરાટ ફેલાય છે.

 

(11:09 am IST)