Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ખેડામાં ફરી આઇ.કે.પટેલ, નર્મદામાં કોઠારી કલેકટર

બન્ને અધિકારીઓ રાજકોટમાં ફરજ બજાવી ચૂકયા છે

રાજકોટ તા. ૧૮ :.. રાજય સરકારે ખેડા કલેકટરની નિવૃતીથી ખાલી પડેલ  જગ્યા પર નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર આઇ. કે. પટેલની નિમણુક કરી છે. તેમના સ્થાને નર્મદાના કલેકટર તરીકે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના વહીવટી સંચાલક મનોજ કોઠારીને મુકવામાં આવ્યા છે. આઇ. કે. અગાઉ રાજકોટમાં અધિક કલેકટર તરીકે તેમજ શ્રી કોઠારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. શ્રી કોઠારી અઢી મહિના પહેલા જ એમ. જી. વી. સી. એલ.માં નિમણુક પામ્યા હતાં. આઇ. કે. પટેલ અગાઉ ખેડામાં કલેકટર તરીકે રહી ચૂકયા છે.

(10:21 am IST)