Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રાજ્યના જે કોઇ બાર. એસો. ચુંટણીની પ્રમુખ કરવામાં નહી આવે તો બાર.એસો.ની માન્યતા રદ થશેઃ ગુજરાત બાર. કાઉ.નો નિર્ણય

ગુજરાતના દરેક બાર.એસોની ૨૧ ડીસેમ્બરે ચુટણી

રાજકોટ તા.૧૮: બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તાજતરમાં યોજાયેલી બંઠકમાં વન બાર વન વોટ મુજબ રાજયનાં તમામ રપર બાર એસોસીએશનની આગામી તા.૨૧ ડિસેમ્બરનાં રોજ ફરજીયાત એક સાથે યોજાવાની હોય આથી તમામ બારે કાર્યક્રમ ઘડી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલી આપવા જો કોઈપણ બાર માહિતી ન મોકલે અથવા ચુંટણી ન યોજે તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આકરા પગલા લેવામાં આવશે, વધુ વિગત મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતનાં ર૨પર બાર અંસોસીએશનોની ચુંટણી તારીખ ર૧મી ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ યોજાશે જે અનુસંધાને દરેક બાર એસોશિએસન ફરજીયાતપણે ચુંટણી પ્રક્રિયા અનુસરવાનું નકકી કરવામાં આવૅલ છે. દરેક બાર એસોશિએસને ચુંટણી કમિશ્નર તા.૨૧/૧૧/ર૦૧૯ સુધી નકકી કરી ચુટણીનાો કાર્યક્રમ બાર કાઉન્સિલ આંફ ગુજરાતને ફરજીયાતપણે મોકલી આપવાનું નકકી કરેલ છે. જો કોઇ પણ બાર એસોશિએસન ગુજરાત બાર એસોશિએસન રૂલ્સ, ૨૦૧૫ના નિયમ અનુસાર તા. ૨૧/૧૧/૨૦૧૯ સુધી બાર એસોશિએસનની ચુંટણી પ્રક્રિયા હાથ ધરીને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને માહિતી નહીં મોકલે તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જે તે એસોસીએશનનાં સૌનીયર એડવોકેટની કમિટી બનાવી ચુંટણી પ્રકિયા હાથ ધરશે અને એસોસીએશનનો વહિવટ કમિટીને સોંપી દેવામાં આવશે. ઉપરાંત બાર એસોસીએશનનાં ઉમેદવારોને પાતાના એસોશિએસનની મતદારયાદી મેળવવી હશે તો વન બાર વન વોટની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસેથી રૂ.૧૫૦/-  રોકડા ભર્યેેથી મેળવી શકશે. કોેઇપણ બાર એસોશિએસનની ચુટણી સમય દરમિયાન વ્યવસાયને કોઇપણ પ્રકારના લાંછન ન લાગે તૅમજ કોઈપણ એડવોકેટની લાગણી ન દુભાય તે પ્રમાણે જ દરેક ઉમેદવાર પ્રચાર કરવો અને આ સુચનાનો ભંગ કરનાર સામે પણ જરૂરી કાર્યવાહી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવશે. તેમજ જે એસોશિએસન ગુજરાત બાર એંસોશિએસન રૂલ્સ, ૨૦૧૫ અનુસાર બાર એસોસીએશનની ચુંટણી પ્રક્રિયા નહીં કરૈ તો બાર અંસોસીએશનની નોંધણી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:35 pm IST)