Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

અમીરગઢના કીડોતરની પરણીતાને સાસરિયાંએ છરી ઝીકી દીધી :જમણા હાથની આંગળીમાં ઇજા

ઘાયલ પરણીતાને સાસરિયાઓ સારવાર માટે પણ ન લઇ ગયા

અમીરગઢ તાલુકાના કીડોર ગામની પરણીતાને તેના સાસરિયા દ્વારા તારી બેનનાં ઘરે કેમ જાય છે તેમ કહી બીભસ્ત ગાળો બોલી ગડદા પાટુંનો માર મારી ગાળો બોલવાની તેમજ માર મારવાની નાં પડતા ઉસ્કેરાઈ ગયેલા સાસરિયાઓએ ઘરમાં પડેલી છરી લઇ પરણીતાને મારવા જતા તેના હાથના જમાણા હાથની આંગળી ઉપર ઈજા પહોચી હતી. બાદમાં પરણીતાને જાનથી માંરીનાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા પરણીતાએ અમીરગઢ પોલીસ મથકે બે શખ્સો વિરુધ ધોરણસર ફરિયાદ નોધાવી હતી.

ખેતરમાં તેઓ એકલા રહેતા હોવાથી મહિલાએ ડરનાં મારે ફરિયાદ કે સારવાર કરાવવા ગયા ન હતા પરંતુ આ મહિલાનાં મૃતક બાળકની અંતિમ ક્રિયા સારૂ તેઓના ભાઈ અને પિયર પક્ષના માણસો આવતા સમગ્ર હકીકત જણાવી હતી બાદમાં આ મહિલાને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવી હતી.બાદમાં મહિલાએ તેના સાસરિયાં પક્ષાનાં સોરમસિહ ઓબસિહ ડાભી(દરબાર) અને ઓબસીહ લાલસિહ ડાભી(દરબાર) વિરુધ ધોરણસર અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

(10:12 pm IST)