Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભાભર પંથકના 35 ગામોને નર્મદા કેનાલનું પાણી નહિ મળતા ખડૂતોમા ભારે રોષની લાગણી

ભાભર તાલુકાના અને અન્ય ગામો મળી ૩પ જેટલા ગામોના ખેતરોમાં સિંચાઈ માટે કચ્છ બ્રાન્ચમાંથી જીરો પોઈન્ટથી ભાભર ડીસ્ટ્રીક કેનાલ દ્વારા નર્મદા નહેરનું પાણી આપવાનું સરકારે આયોજન કરેલ છે. પરંતુ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીથી ભાભર ડીસ્ટ્રીકમાં આવતા ૩પ જેટલા ગામોને નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

  આ કેનાલ ૩ર કિ.મી.ની રેન્જ ધરાવે છે. તંત્રના કાગળ ઉપર પાણી પહોંચતું હોવાનું દર્શાવવામાં આવે છે. જ્યારે  ભાભર ડીસ્ટ્રીકના ગેટ પાસેથી પાણી બંધ છે, ખેડૂતોએ કેનાલના ગેટ પાસે જઈને તપાસ કરી હતી. ત્યારે બ્રાન્ચ કેનાલમાં જ ઓછું પાણી હોવાનું જાણવા મળતા ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે.

(10:11 pm IST)