Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

વડોદરાઃ આર વી દેસાઈ રોડ પરના ખાંડેરાવ મંદિરના પરિસરમાં પથ્થર મૂકાવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 11ની ધરપકડ

 

વડોદરાઃ એક જ કોમના બે જૂથ વચ્ચે આર વી દેસાઈ રોડ પરના ખાંડેરાવ મંદિરમાં શનિવારે સવારે મંદિરમાં પથરા મૂકાવાની બાબતે ઝઘડો થઈ ગયો હતો. આ મામલે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં થયેલા પથ્થરમારામાં બે માણસોને ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે શ્રી રાજસ્થાન મેટલ મર્ચન્ટ્સ વેલફેર એસોસિયેશન ટ્રસ્ટ જે આ જમીનની માલિકી ધરાવે છે તેમણે મંદિરના કમ્પાઉન્ડમાં પથ્થર નાંખવાનું કામ હાથ ધર્યું હતુ. આ કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું કારણ કે થોડા જ દિવસમાં હૉલમાં એક મિલન સમારોહનું આયોજન હતું.

શનિવારે સવારે 11 જણના એક ટોળા અભય પંડ્યા, શાના માળી, કૌશિક માળી, રાઈજી માળી, લાલા માળી, જગદીશ માળી, દિલીપ માળી, અનિલ માળી, અતુલ માળી, સુરેશ માળી અને રાજુ માળી મંદિરે ધસી ગયા હતા અને તેમણે પથ્થર મૂકાવા સામે વાંધો ઊઠાવ્યો હતો. તેમણે ફરિયાદી રાજેશ શાહ અને કોમના બીજા લોકોને મારવાનું શરૂ કરી દીધુ હતુ.

જ્યારે એ લોકો આમ તેમ ભાગવા માંડ્યા ત્યારે જૂથના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. તેમાં શાહને માથા પર વાગી ગયુ હતુ. આ ગાળામાં નવાપુરા પોલીસ સ્ટટેશનના પોલીસ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પંડ્યા, કૌશિક, શાના અને રાઈજીની ધરપકડ કરી હતી. તેમાંથી એક આરોપી લાલાને પણ ઈજા થઈ હતી અને તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપીને ટ્રસ્ટ પથ્થર મૂકાવતા હતા તેની સામે વાંધો હતો. ભૂતકાળમાં આરોપીઓએ મંદિરની માલિકીનો દાવો કર્યો હતો અને આ વાત કોર્ટ સુધી પહોંચી હતી. કોર્ટે ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બીજા લોકોને આ મંદિર કે તેની જમીન પર કોઈપણ પ્રકારનો અધિકાર ન જતાવવા માટે જણાવ્યું હતું. નવાપુરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ડી. કે રાવે જણાવ્યું, આરોપીઓએ થોડા દિવસ પહેલા પણ કામ શરુ થયું તયારે આવો ઈશ્યુ ઊભો કર્યો હતો. આજે તેમણે આ માટે હિંસાનો સહારો લીધો છે. તેમણે જે કર્યું છે તે કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હોવાથી અમે તેમની સામે રમખાણનો કેસ દાખલ કરીને ધરપકડ કરી છે.

(3:34 pm IST)
  • દાહોદ શેસન્સ કોર્ટ સાથે છેતરપિંડી કરનાર વકીલની ધરપકડ:અકસ્માત સબંધી વળતર મળી ગયા છ્ત ફરીથી વળતર માટે અરજી કરતાં વકીલ સામે ગુનો દાખલ:વકીલ એ.ડી.સતનામી વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ:પોલીસે આરોપી વકીલ ની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા access_time 10:42 pm IST

  • ફ્રાન્સમાં ઇંધણના ભાવના વિરોધમાં હજારો લોકો રસ્તામાં ઉતરી પડ્યા :પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ :400 લોકો ઘાયલ :ઘવાયેલામાં 14ની હાલત ગંભીર :આ પહેલા એક પ્રદર્શકારીનું મોત નીપજ્યું હતું access_time 11:19 pm IST

  • સુરતના પલસાણા ખાતે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો:પલસાણા જોળવા ગામે નંદલાલ ગુપ્તા નામના યુવકની થઇ હતી હત્યા: લોખંડના પાઇપ મારી કરવામાં આવી હતી હત્યા:SOG પોલીસે હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા:હત્યા કરનાર મુર્તકની પત્ની, પુત્ર અને સાળો જ નીકળ્યા:ન જેવી બાબતે ઝગડો થયાં બાદ દિવાળીના દિવસે નંદલાલ ગુપ્તાની કરાઈ હતી હત્યા:પોલીસે હત્યામાં સામેલ પત્નીની કરી ધરપકડ, જ્યારે પુત્ર અને સાળા ને વોન્ટેડ જાહેર કર્યા access_time 10:44 pm IST